તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી પંથકમાં લૂંટ ચલાવનારા બે આરોપીનેે 6 દિનના રિમાન્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીપોલીસે થોડા દિવસ પૂર્વ નેશનલ હાઇવે ઉપર રાત્રી દરમિયાન ત્રણ જગ્યાએ થયેલ લૂંટના ત્રણ આરોપીઓની વલસાડથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

9 માર્ચની મધ્ય રાત્રીએ ચીખલીમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બલવાડા,આલીપોર અને થાલા ગામની સીમમાં ત્રણ જેટલા અલગ અલગ બનાવમાં ચાર જેટલા વાહનચાલકો પાસેથી ચપ્પની અણીએ સફેદ ટવેરા કારમાં આવેલા ચાર જેટલા ઇસમોએ લૂંટ ચલાવી હતી અને રોકડા રૂપિયા,મોબાઇલ ફોન સહિત 60,620/- રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.આ લૂંટના આરોપીઓની વલસાડ એલસીબી પોલીસે ધરમપુર ચોકડી પાસેથી ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.ચીખલી પોલીસે ઉપરોક્ત લૂંટના ગુનામાં સંડોવાયેલા તુષાર ઉર્ફે વાગીયા,પ્રકાશ પવાર (ઉ.વ.27) (રહે.કલ્યાણ પૂર્વ ગોવદેવ મંદિર પાસે) મુંબઇ મૂળ તાવડ જી.રત્નાગીરી અમૂલ (ઉ.વ.24 પિંપરી ચીંચવડ પૂના),મહેશ ઉર્ફે ભૂરીયા રમેશ ચંદન શિવે (ઉ.વ.25) મૂળ (રહે.ઉસ્માનાબાદ મહારાષ્ટ્ર) એમ ત્રણ જેટલાની વલસાડથી ટ્રાન્સફર વોરંટના આધારી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 24 માર્ચ સુધીના દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ હાથ ધરી હતી.ત્રણ જેટલા ગુનાઓ નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો