• Gujarati News
  • જમીનના અદ્યતન રેકર્ડ બનવાની કામગીરી શરૂ

જમીનના અદ્યતન રેકર્ડ બનવાની કામગીરી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં જમીનનાં અનેક રેકર્ડ અને નકશાઓ ખરાબ થઈ ગયા છે, મળી નથી શકતા તથા ખામી છે ત્યારે સમગ્ર જિલ્લાના જમીન રેકર્ડ અદ્યતન કમ્પ્યુટરાઈઝ્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. માટે બે તાલુકાની જમીનની માપણી તો પૂર્ણ પણ કરી દેવાઈ છે.

નવસારી જિલ્લામાં હજારો હેકટર જમીન જુદા જુદા પ્રકારની આવેલી છે. જમીનનાં રેકર્ડ તથા નકશાઓ ભૂતકાળમાં વરસો અગાઉ માપણી કરી તૈયાર કરવામાં આવ્યા હતા. વરસો વીતી જતા જમીનોમાંથી અનેક જમીનના પ્રકારમાં તો ફેરફાર થઈ ગયા છે. પરંતુ અનેક રેકર્ડ, નકશા ખરાબ થઈ જવાની સાથે મળવા પણ મુશ્કેલ થયા છે. સ્થિતિમાં સરકારે નવસારી જિલ્લાની પણ તમામ જમીનનાં રેકર્ડ તથા નકશા અદ્યતન, નવા બનાવવાનો નિર્ણય લીધો હતો. રેકર્ડ અદ્યતન બનાવવા માટે જમીનની માપણી કરવી જરૂરી હતી. માપણી તથા રિસર્વે અદ્યતન ટેકનલોજીના ઉપયોગથી ઝડપથી કરવા સરકારે હૈદરાબાદની એક એજન્સી આઈઆઈસી ટેકનોલોજીસને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

સર્વે એજન્સીએ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જમીનની માપણી શરૂ કરી દીધી હતી. માપણીમાં સેટેલાઈટ તથા અદ્યતન મશીનરી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જે અંતર્ગત જિલ્લાનો ગ્રાઉન્ડ નેટવર્ક પોઈન્ટ મેળવી જે તે તાલુકા તથા ગામોમાં સબ પોઈન્ટ, પ્રાયમરી પોઈન્ટ મેળવી સ્થળ માપણી કરાઈ રહી છે. નવસારી જિલ્લામાં સર્વે એજન્સીએ બે તાલુકા જલાલપોર અને વાંસદામાં માપણીની કામગીરી પૂર્ણ કરી દીધી છે. હાલમાં ચીખલી તાલુકામાં કામગીરી ચાલી રહ્યાની જાણકારી મળી છે.

જમીનના રેકર્ડ અને નકશા સરળતાથી મળશે

^નવસારીજિલ્લામાં બે તાલુકામાં રિસર્વેની કામગીરી પૂરી કરી દીધી છે. આગામી દિવસોમાં અન્ય તાલુકામાં પણ પૂર્ણ કરી દેવાશે. રિસર્વેથી જિલ્લાના લોકોને અદ્યતન, ચોકસાઈપૂર્ણ અને સરળતાથી જમીનના રેકર્ડ, નકશા મળી શકશે. > ગણેશકુમારે,મેનેજર,સર્વે એજન્સી આઈઆઈસી ટેકનોલોજીસ

રિસર્વેથી ફાયદાનો સરકારી દાવો…

જમીનનારિસર્વેથીઅનેક ફાયદા થવાની ધારણા છે. સરકાર તંત્રનાં અનુસાર જે ફાયદા થનાર છે તે મુજબ સમગ્ર જિલ્લા, રાજ્યમાં એક સરખા રેકર્ડનો ઉપયોગ થઈ શકશે. અદ્યતન અને ભૂલો વિનાની ચોક્કસ ડિજિટાઈઝ તેમજ સુધારેલ અને પારદર્શક જમીન રેકર્ડ પ્રાપ્ત થશે. ઈન્ટરનેટનો ઉપયોગ તેમાં શક્ય બની શકશે. ડિજીટલ રેકર્ડ ઉપલબ્ધ થવાથી પ્રોસેસ કરી શકાશે તથા જાળવણી, ચકાસણી સરળ બનશે. જિલ્લાના આયોજન અને વિકાસમાં મદદરૂપ થશે. જમીનના દબાણ તથા તકરારનું નિવારણ થતાં દિવાની દાવા ઘટશે એવી સરકારની આશા છે.

અદ્યતન ડિજિટલ રેકર્ડ કેવો હશે?

નવસારીજિલ્લામાંજમીનના રિસર્વે બાદ અદ્યતન રેકર્ડ તૈયાર તો થશે પરંતુ આધુનિક ડિજિટલ રેકર્ડ કેવો હશે સવાલ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર નવો રેકર્ડ સ્કેલમાપ પ્રમાણે અદ્યતન ખેતરનો નકશો તથા ગામનો નકશો અક્ષાંશ રેખાંશ (ઊંચાઈ) સાથે તૈયાર થશે. દરેક સર્વે નંબરની અદ્યતન સ્થળ સ્થિતિ હદે માર્ગ, કૂવા, બોરવેલ, ઝાડ, ટેલિફોન લાઈન, વગેરે જુદા જુદા રંગ અને ચિહ્નોની જીઆઈએલ ડેટા આધારે બતાવવામાં આવશે. હાલ નવી કબજા મુજબની માપણીનો માહિતીમાં ખાતા નંબર, ખાતેદારનું નામ, જમીન ઉપયોગની વિગત તથા જમીનનો પ્રકાર આપવામાં આવશે.

રિસર્વેની જાણ કરવાની ફરિયાદ

નવસારીજિલ્લામાંજમીનનાં રિસર્વેની જે કામગીરી ચાલી રહી છે તે માપણી કરવા અગાઉ ગ્રામસભા યોજવાની નીતિ રાખી છે. તેમાં રિસર્વે વિશેની માહિતી, માર્ગદર્શન વગેરે આપવાની વાત છે. ખાસ કરીને જમીનના માલિકો, કબજેદારોને જાણ કરવાની વાત છે. જોકે રિસર્વે જ્યાં પૂર્ણ થયું છે ત્યાંના અનેક ખેડૂતોની ફરિયાદ છે કે, તેઓને રિસર્વે કરવાની જાણ કરાઈ નથી. જોકે બાબતે સર્વે એજન્સીનું કહેવું છે કે, ગામના તલાટી, સરપંચને અમે જાણ કરીએ છીએ અને તેઓ દ્વારા લોકોને જાણ કરવામાં આવે છે.