તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી APMCમાં કિશોર પટેલ 14માં વર્ષે ચેરમેન તરીકે વરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી એપીએમસીમાં બાકીની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન-વાઇસ ચેરમેનની યોજાયેલી ચૂંટણીમાં ફરીવાર ચેરમેનપદ કિશોરભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે અજય દેસાઇ ચૂંટાઇ આવ્યા હતા.

કિશોરભાઇ પટેલ છેલ્લા 14-વર્ષથી એપીએમસીનું સુકાન સંભાળી રહ્યાં છે. ચીખલી તાલુકાના ખેડૂતો માટે મહત્વની એવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન શાસકોની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજરોજ જિલ્લા રજીસ્ટાર વલસાડ એસ.ડી.ભોયેની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં ચેરમેનપદ માટે ડીરેક્ટર જે.ડી.પટેલે કરેલ દરખાસ્તને રૂમલાના નગીનભાઇ ગાંવિતે ટેકો આપતા ચેરમેન પદે કિશોરભાઇ પટેલ અને પારસમલ શાહની દરખાસ્તને જીવણભાઇ પટેલે ટેકો આપતા વાઇસ ચેરમેન પદે અજય દેસાઇ ચૂંટાયા હતા. નવા ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને સીનીયર ડીરેક્ટર અમ્રતસિંહ પરમાર ખેરગામના જીવણભાઇ પટેલ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.અમીતાબેન પટેલ ભાજપ પ્રમુખ ડો.અશ્વિન પટેલ મહામંત્રી સમીર પટેલ, બાલુભાઇ ઉપરાંત કાવેરી સુગરના ચેરમેન આનંદભાઇ દેસાઇ અગ્રણી કલ્પેશ દેસાઇ, દિપકભાઇ સમરોલી ઘેજ મંડળીના ડીરેક્ટર વિનોદભાઇ પટેલે અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.ચીખલી એપીએમસીમાં છેલ્લા ઘણા વર્ષથી ભાજપે સત્તા ટકાવી રાખી છે અને 14-વર્ષથી ભાજપના કિશોરભાઇ પટેલ સુકાન સંભાળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...