આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે ઉજવણી

ભાસ્કર િવશેષ |સુરખાઇમાં વિવિધ સરકારી યોજના આદિજાતિ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:21 AM
આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે ઉજવણી
ચીખલી તાલુકાના સુરખાઈમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. આ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓનું સન્માન અને વિવિધ સરકારી યોજનાના આદિજાતિ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.

નવસારી જિલ્લાના સુરખાઇ ધોડિયા સમાજની વાડી ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહમાં રાજયના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે આદિવાસી કૂળદેવીનું પૂજન કરી, આદિવાસીના પૂર્વજોનું પુષ્પમાળા અર્પણ કરી હતી.

વહીવટીતંત્ર અને આદિજાતિ વિભાગના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીના હસ્‍તે આદિજાતિના સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ, ખેડૂતો નિવાસી શાળાના વિદ્યાર્થિનીઓ મેડીકલમાં પ્રવેશ બદલ સન્‍માન, રાષ્ટ્રીયકક્ષામાં ભાગ લેનાર આદિવાસી રમતવીરો, 100 ટકા પરિણામ મેળવેલી શાળાઓનું તેમજ પ્રગતિશીલ આદિજાતિ ખેડૂતો, પશુપાલકો, આદિવાસી અગ્રણીઓનું સન્માન કર્યુ હતું. તેમજ ટ્રાયબલ સબ પ્લાન યોજનાના લાભાર્થીઓને, વન અધિકાર હેઠળ 7/12 ની નોંધણી નકલ, આદિજાતિ મહિલા લાભાર્થીઓને ચેક વિતરણ કર્યુ હતું.

આ અવસરે રાજયના સામાજીક ન્‍યાય અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયના આદિવાસી પટૃામાં આદિવાસી દિવસની ઉજવણીનું રાજય સરકારે સુદૃઢ આયોજન કરી આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ, સામાજીક વ્યવસ્થા, ઉત્સવો, રીત રીવાજો અને ગૌરવવંતા ઇતિહાસની જાળવણી કરવા ભવ્ય ઉજવણી કરાઇ છે. આપણા ...અનુસંધાન પાના નં. 2

સુરખાઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત આદિવાસી બહેનો તથા વિદ્યાર્થીઓનું સન્માન કરતા મંત્રી.

X
આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App