Home » Daxin Gujarat » Navsari District » Chikhli » સૂંથવાડમાં ભંગારની દુકાનમાં વેચેલા સામાનની અદાવતમાં બે પરપ્રંતીય જૂથ બાખડ્યા

સૂંથવાડમાં ભંગારની દુકાનમાં વેચેલા સામાનની અદાવતમાં બે પરપ્રંતીય જૂથ બાખડ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:21 AM

ઈજાગ્રસ્તની ગંભીર હોવાથી સુરત સારવાર માટે લઇ જવાયો

  • સૂંથવાડમાં ભંગારની દુકાનમાં વેચેલા સામાનની અદાવતમાં બે પરપ્રંતીય જૂથ બાખડ્યા
    ચીખલી નજીકના આલીપોરમાં નેશનલ હાઈવે પર સૂંથવાડ પાટીયા પાસે ભંગારની દુકાનમાં ધંધાની અદાવતમાં બે પરપ્રાંતીયો જૂથ વચ્ચે સળિયા જેવા હથિયારો સાથે મારામારી થતા પોલીસે સામસામે કુલ 11 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મારામારીમાં ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

    બુધવારે બપોરેે નેશનલ હાઈવે પર સૂંથવાડ પાટીયા પાસે શિતલ હોટલની સામે ફરિયાદી ગુલામ હજરત ઉર્ફે મુલ્લા અમજદ અલીની ભંગારની દુકાને રાહુલસિંગ સાથે ગુલામભાઈના દીકરાઓને થયેલી બોલાચાલીની અદાવત રાખી ગેરકાયદે મંડળી બનાવી પ્રાણઘાતક હથિયારથી હુમલો કરી તેમની દુકાનમાં રહેતા શહેંશાહ મુન્ના ખાનને રાહુલસિંહે તેની પાસેના લોખંડના સળિયાથી માથાના ભાગે ફટકો મારતા શહેંશાહને ગંભીર ઈજા થઈ હતી.

    જ્યારે તેમને પણ કોઈ ઈસમે નાકના ભાગે ફટકો મારી ફ્રેકચર કરી જાનથી મારી નાંખવાની કોશિશ કરતા તે મુજબની ફરિયાદમાં પોલીસે રાહુલસિંહ રાયસાહબસિંહ રાજપૂત, રોહિતસિંહ રાજપૂત, રાકેશસિંહ (તમામ રહે. સુરત કીમ ચાર રસ્તા, મૂળ યુપી) તથા બીજા ચારથી પાંચ અજાણ્યા ઈસમો સામે જાનથી મારી નાંખવાની કોશિશ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત શહેંશાહ મુન્ના ખાનની હાલત ગંભીર હોવાનું અને હાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. સૂંથવાડ પાટીયા પાસે ભંગારની દુકાને સર્જાયેલા ધિંગાણામાં સામે અશોકસિંગ બીજનારાયણસિંગ રાજપૂત (હાલ રહે. અંબિકા પાર્ક, તા. પારડી, જિ. વલસાડ, મૂળ રહે. યુપી)એ નોંધાવેલી ફરિયાદમાં તેમણે કલ્લુ પાસેથી રૂ. 20 હજાર ઉછીના લીધા હતા. કલ્લુ શાહને તેની ભંગારની દુકાને દોરા વેચતો હતો તે દોરા ડિસન્ટ હોટલની બાજુમાં રાહુલસિંહની ભંગારની દુકાનમાં વેચેલા જેની અદાવત રાખી રાહુલસિંહ સાથે ઝઘડો થયો હતો. તેની પણ અદાવત રાખી તેમને લોખંડના સળિયાથી મારમારી ડાબા હાથે ઈજા પહોંચાડી હતી. પોલીસે જેમાં મકસુદ ગુલામહજરત શાહ, મહફુજ ઉર્ફે કલ્લુ શાહ તથા મુલ્લાનો જમાઈ સલીમ સામે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી સંદર્ભનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ બે આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ