તલાવચોરા પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ચીખલી તલાવચોરા ગામની પ્રાથમિક શાળા મલિયાધરા સીઆરસી કેન્દ્રનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. તલાવચોરા...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:20 AM
Chikhli - તલાવચોરા પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
ચીખલી તલાવચોરા ગામની પ્રાથમિક શાળા મલિયાધરા સીઆરસી કેન્દ્રનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.

તલાવચોરા પ્રાથમિક શાળામાં ગામના સરપંચ કલ્પેશભાઇ આચાર્ય ગીતાબેન પટેલ એસએમસીના સભ્યો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખૂલ્લું મુકાયું હતું. આ સીઆરસી કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તમામ શાળાઓનું ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિવિધ વિભાગો અને વિષયોમાંથી કુલ 10 જેટલી કૃતિઓ રજૂ થઇ હતી જેમાં વિભાગ-1 માં સોલાર ઇરીનેશન પધ્ધતિ સોલધરા પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ તથા વિભાગ-2 માં વેસ્ટ પ્લાસ્ટીક મેઇક પેટ્રોલ એન્ડ ડીઝલ તલાવચોરા પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ નંબરે આવી હતી. જે હવે તાલુકા કક્ષાએ રજૂ થશે. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની સાથે મેથ્સ ઓલમ્પિકયાડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેની પ્રકાશભાઇ પટેલ મલિયાધરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવી હતી. અંતમાં સીઆરસી કેતન પટેલ મલિયાધરા તમામ શાળાના આચાર્યો શિક્ષકોની ઉપસ્થિતિમાં પ્રથમ આવનાર તથા કૃતિ રજૂ કરનાર તમામ શાળાને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. કેન્દ્ર શિક્ષક સ્વાતિ પટેલે તમામને શુભેચ્છા પાઠવી હતી.

તલાવચોરા પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.

X
Chikhli - તલાવચોરા પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App