નવસારી જિલ્લામાં CRCની નવી રચના કરાશે

બદલાવ| સર્વશિક્ષા અભિયાન બંધ કરી સમગ્ર શિક્ષા અભિયાન અમલીકૃત કરાતાં શિક્ષણમાં સુધારો થશે

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:20 AM
Chikhli - નવસારી જિલ્લામાં CRCની નવી રચના કરાશે

નવી યોજનામાં હવે પ્રિપ્રાયમરી એટલે કે ધો. 1થી લઈ ધો. 12 સુધીની કામગીરી કરવામાં આવશે

ભારત સરકાર દ્વારા વર્ષ 2018-19થી સમગ્ર શિક્ષા અભિયાન અમલમાં મુકવામા આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાન રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ટીચર એજ્યુકેશન એમ ત્રણે યોજનાને સંકલિત રીતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમલીકૃત કરવામાં આવનારા છે. જેના માટે એમ.એચ.આર.ડી. ન્યુ દિલ્હી દ્વારા સૂચના અપાઈ છે. આ યોજનામાં પ્રિપ્રાયમરી એટલે કે ધો. 1થી લઈ ધો. 12 સુધીની કામગીરી કરવામાં આવશે. હાલમાં સીઆરસીઓને માત્ર પ્રાથમિક વિભાગની જ કામગીરી સોંપાતી હતી. હવેથી નવી રચના બાદ ધો. 1થી 12 સુધીની કામગીરી સોંપાશે.

આ સીઆરસીઓની પુન: રચના કરવામા આવશે. તમામ તાલુકા કક્ષાના સીઆરસી ઓની રચના કરી તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે તેમજ નવી રચના કરવા માટે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર પી. ભારતી દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને સૂચના આપી માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી છે.

આ માટેનો પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં 1 સીઆરસીને 18થી વધુ શાળાનો કારભાર સોંપવામાં આવશે. ધો. 1થી 12 સીઆરસીની દેખરેખ હેઠળ રહેશે. બીએડ જેવી લાયકાત ધરાવતા ચાલુ સીઆરસીને વધુ સક્ષમતાથી કામગીરી સોંપવામાં આવશે, જેના કારણે શિક્ષણ જગતમાં ખુબ મોટો બદલાવ જોવા મળે તો નવાઈ નહીં. સમગ્ર શિક્ષા અભિયાન અમલીકૃત કરાતા કેટલાક સીઆરસીઓએ કે જેમણે ધો. 10 પછી કે 12 પછી પીટીસીની ડિગ્રી લઈ સીઆરસીનો હોદ્દો ભોગવી રહ્યા છે એવા સીઆરસીઓએ હોદ્દો છોડવો પડે તો નવાઈ નહીં એવા સંજોગો જણાતા સીઆરસી વર્ગમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર સમયમાં શિક્ષણમાં મોટો બદલાવ તરફ સરકાર આગળ ‌વધી રહી હોવાનું જોવા મળે છે.

આવનારા દિવસોમાં સીઆરસીની નવી રચનામાં નવી પદ્ધતિઓ જોવા મળશે.

જિલ્લામાં સીઆરસીઓની પોસ્ટ

ચીખલી 13સીઆરસી (કાયમી), 2 એડહોક

વાંસદા 1 સીઆરસી

ખેરગામ 2 સીઆરસી

નવસારી 3 સીઆરસી (કાયમી), 3 એડહોક

જલાલપોર 9 સીઆરસી, 3 એડહોક

આમ કુલ 28 કાયમી સીઆરસી અને 8 એડહોક સીઆરસી મળી કુલ 36 સીઆરસીનો નવસારી જિલ્લામાં સમાવેશ થાય છે

રાજ્ય તરફથી સૂચનાઓ મળી છે

કેન્દ્ર સરકારે ઠરાવતા સર્વ શિક્ષા અભિયાનની જગ્યાએ સમગ્ર શિક્ષા અભિયાન અમલીકૃત કરાશે અને સ્ટેટમાંથી સૂચનાઓ મળે એ રીતે અલગ અલગ રીતે કામગીરી કરવામાં આવી અમલીકૃત કરાશે. જે કામગીરી સ્ટેટની સૂચના અનુસાર હાથ ધરવામાં આવી છે અને તબક્કાવાર અમલ કરાશે. એમ.જી. વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

X
Chikhli - નવસારી જિલ્લામાં CRCની નવી રચના કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App