ટીબી નાબૂદ કરવા મોબાઇલ એક્ષ રે વાન ગામે ગામ જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી આરોગ્ય વિભાગની કચેરીમાં નવસારી જિલ્લા ક્ષય-રક્તપિત નિવારણ મંડળ દ્વારા ટીબીથી પીડાતા દર્દીઓના પરિવારોને શાળા અને અનાજની કીટનું વિતરણ કરાયુ હતુ.

જિલ્લા ક્ષય અધિકારી ડો.વસંત વણકરે ટીબીના રોગના લક્ષણો ફેલાવાના કારણો નિદાન-ઉપચાર અંગે માહિતી આપી લક્ષણોની જાણ થતાં જ શરૂઆતમાં સારવાર શરૂ કરી દેવામાં આવે તે જરૂરી છે. આગામી દિવસોમાં એક્ષ-રે સહિતની સુવિધાવાળી મોબાઇલ વાન ગામે ગામ જશે અને આ રોગના દર્દીઓને શોધી તેની સારવાર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. નવસારી-વલસાડ-ડાંગ જિલ્લા ક્ષય રક્તપિત નિવારણ મંડળના લક્ષ્મીચંદ શાહે ઉપસ્થિતોને આવકારી ક્ષય-રક્તપિતને નાબૂદ કરવાના સરકારના પ્રયત્નને બિરદાવ્યા હતા. ટીએચઓ ડો.યુ.એમ.પુછવાલાએ પણ ક્ષય-રક્તપિતના રોગના લક્ષણો અને નિદાન અંગેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...