તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવોરીમાં મોટા બ્લાસ્ટીંગ રોકવા કલેકટરને રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ વિસ્તારમાં આવેલી કવોરીમાં મોટા બ્લાસ્ટીંગના કારણે ધ્રુજારીથી ઘરને નુકસાન થવાનો અને જીવને જોખમ હોવાનો ભય હોવાથી તે વખતે યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકારની મંજૂરીને કારણે કવોરીમાં બ્લાસ્ટીંગ કરાઈ રહ્યું છે. તેનાથી સ્થાનિક લોકોને જોખમ વધુ હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. ઉપરાંત જો આ બાબતે આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકોએ રસ્તા ઉપર ઉતરવાની નોબત આવશે તેવી ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...