ચીખલીમાં નાની જગ્યામાં 3 ATM રખાતાં મુશ્કેલી

ભાસ્કર િવશેષ આ પ્રકારની વ્યવસ્થાને કારણે એટીએમ ઠગોને ખુલ્લું મેદાન મળી રહે છે, ઠગ આવી તકની રાહ જ જોતા હોય...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Chikhli - ચીખલીમાં નાની જગ્યામાં 3 ATM રખાતાં મુશ્કેલી

ચીખલીમાં શિક્ષક ભવનના મકાનમાં નીચેના ભાગે આવેલા SBI બેંકના એટીએમ એક નાની રૂમમાં એક સાથે 3 એટીએમ રખાતા લોકોને પૈસા ઉપાડવા માટે ટ્રાફિકથી મુશ્કેલી પડે છે. એક નાનકડી રૂમમાં એક જ સમયે આ એટીએમની અંદર લોકો પૈસા ઉપાડવા કે એન્ટ્રી પડાવવા એકસાથે એકત્રીત થઇ જતા લોકોના પિન ચોરાવાની ભીતી સેવાઇ રહી છે.

રાજ્યમાં એટીએમના પીન ચોરીને ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપડી ગયાના અનેક કેસ નોંધાયા છે ત્યારે ચીખલીના ભર બજારમાં શિક્ષક ભવનના મકાનમાં નીચેના રૂમમાં થોડા વર્ષ અગાઉ એક એટીએમ મશીન મુકવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમયાંતરે SBI બેંક દ્વારા હાલમાં એક જ રૂમમાં બે એટીએમ મશીન સાથે બીજું એક એન્ટ્રી પાડવા માટેનું મશીન મુક્તા મુશ્કેલીઓ ઉભી થવા પામી રહી છે.

એક સાથે ત્રણ મશીન રખાતા લોકોને પૈસા ઉપાડવા કે એન્ટ્રી પાડવા જેવી કામગીરીમાં તકલીફ પડી રહી છે. એટીએમની અંદર સતત ટ્રાફિકથી પૈસા ઉપાડવા આવતા લોકોને ગઠીયો તેમના એટીએમના પિન ચોરી ઓનલાઇન પૈસા ઉપાડી શકે છે. જેના કારણે એટીએમમાં આવતા લોકોને તેમના એટીએમના પીન ચોરાવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે ગ્રાહકો દ્વારા બેંકના સત્તાધીશો પાસે જુદા જુદા એટીએમ રાખવા માંગ છે. આમ પણ ચીખલીની SBI બેંક દ્વારા ગ્રાહકોને અનેક સગવડ પુરી પાડવામાં ઉણી ઉતરી છે. બેંકના 2500 થી વધુ ગ્રાહકો અને સંખ્યાબંધ પેન્શનરો અને સીનીયર સીટીઝનોના ખાતા છે. ત્યારે બેંક પાસે વાહન પાર્કિંગ કરવાની જગ્યા નથી અને ગ્રાહકો ચીખલી બીજા આજ મુખ્ય માર્ગ ઉપર જ વાહનો કે મોટરસાઇકલ પાર્ક કરી બેંકના કામકાજ અર્થે જવાની નોબત આવે છે ત્યારે બેંક દ્વારા અન્ય વ્યવસ્થિત જગ્યાએ બેંકનું સ્થળાંતર કરે એ પણ જરૂરી બનવા સાથે ગ્રાહકોમાંથી પણ બેંકની અન્ય સગવડ બાબતે ગણગણાટ ફેલાતો આવ્યો છે.

X
Chikhli - ચીખલીમાં નાની જગ્યામાં 3 ATM રખાતાં મુશ્કેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App