ચીખલીમાં બંધ થયેલી સીસીટીવી કેમેરા ચાલુ કરવાની કવાયત

Chikhli - ચીખલીમાં બંધ થયેલી સીસીટીવી કેમેરા ચાલુ કરવાની કવાયત

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:15 AM IST
ચીખલી નગરમાં અને ચીખલીના પ્રવેશદ્વારે લાખો રૂપિયાના ખર્ચે લોકભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા નાંખવામાં આવ્યા હતાં પરંતુ જે સી.સી.ટીવી કેમેરા નાંખવાની કામગીરીમાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. હલકી કક્ષાના અને ખાનગી કેબલોમાં કેમેરા નંખાતા જે કેમેરા ટૂંક સમયમાં જ ઠેર ઠેર બંધ થવા પામ્યા હતાં અને જે કેમેરા પાછા કાર્યરત અને ચાલુ કરવાની કામગીરી ચીખલી પોલીસે પાછી હાથ ધરાવતા લોકોમાં ભારે રાહત થવા પામી છે.

ચીખલી તાલુકા મથક સાથે એક મોટું વેપારી મથક પણ છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકટોક લાવી શકાય એ હેતુથી ચીખલી ઓવરબ્રિજ, બસસ્ટેન્ડ, થાલા બગલાદેવ મંદિર, કોલેજ, કાવેરી નદી, બજાર વિસ્તાર, તલાવચોરા રોડ વગેરે 15થી વધુ જગ્યાએ ચીખલી પોલીસે લોકભાગીદારીથી લાખો રૂપિયાનો ફાળો એકત્રિત ઠરી સી.સી.ટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જે કેમેરા નાંખતી વખતે જ શરૂઆતમાં જ હલકી ગુણવત્તાવાળાઓ જે રીતે કામગીરી થવી જોઇએ એ રીતે કામગીરી ન કરી નકરી વેઠ ઉતારવામાં આવી ટૂંકા સમયગાળામાં જ અનેક સી.સી.ટીવી કેમેરાઓ બંધ થઇ જવા સાથે ખાનગી કેબલ વાયરનો પ્રશ્ન લોકસંવાદ કાર્યક્રમમાં ચર્ચાતા જે કેબલો દૂર કરાતા મોટા ભાગના કેમેરા બંધ થઇ જતા કેમેરા નાંખવાની આખી ઘટના બહાર આવી જવા પામવાની સાથે લોક ભાગીદારી કરનાર વ્યક્તિઓ સંસ્થામાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો અને જે બાબતે અનેક ચર્ચાઓ જોર પકડવા સાથે જે મુદ્દો પોલીસબેડામાં પણ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો અને કેમેરા બંધ થતા ચીખલી વિસ્તારની ચોરી, લૂંટ, ચીલઝડપ જેવા અનેક બનાવો વખતે સી.સી.ટીવી કેમેરા નકામા સાબિત થતા ત્યારબાદ ચીખલીના પી.આઇ ડી.કે.પટેલે હાલમાં સી.સી.ટીવી કેમેરા પાછી ચાલુ કરવાની કામગીરી હાથ ધરાવતા લોકોમાં રાહત થવા સાથે ગુનેગારો સામે પહોંચવા સાથે ગુનાખોરી ડામવામાં મદદરૂપ થવાના સંજોગ દેખાતા તાલુકાની જનતામાં રાહતની લાગણી ફેલાવા પામી છે. ડી.કે.પટેલ પી.આઇ ચીખલીના જણાવ્યા અનુસાર ચીખલી અને આજુબાજુમાં લગાવવામાં આવેલા સી. સી.ટીવી કેમેરામાંથી કેટલાક કેમેરા બંધ પડ્યા હતાં અને કેટલીકવાર કેમેરા બંધ હોવાથી ગુનેગારો સુધી પહોંચતાં મુશ્કેલ બનતું હતું. ત્યારે કેમેરા ચાલુ થતા અસામાજિક પ્રવૃત્તિ ઉપર પણ રોક લગાવી શકાશે. શાંતિલાલ પટેલ ક્વોરી એસોશિયેશન સભ્યના જણાવ્યા અનુસાર ચીખલીમાં સી.સી.ટીવી કેમેરા લોકભાગીદારીથી નાંખવામાં ક્વોરી ઉદ્યોગનું પણ યોગદાન રહ્યું છે. પરંતુ કેમેરા નાંખ્યાના ટૂંકા ગાળામાં જ કેટલાક કેમેરાઓ બંધ થવા પામતા કેમેરાના ખર્ચેલા નાણાં નકામા ગયાનો અહેસાસ થયો હતો.ત્યારે કેમેરા કાયમી ધોરણે ચાલે એવી વ્યવસ્થા કરવી જોઇએ.

બંધ પડેલા સી.સી.ટીવી કેમેરા ચાલું કરવાની ચાલી રહેલી કામગીરી.

X
Chikhli - ચીખલીમાં બંધ થયેલી સીસીટીવી કેમેરા ચાલુ કરવાની કવાયત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી