સાપુતારામાં વરસાદથી ધુમ્મસિયંુ વાતાવરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના અનેક ગામોમાં મોડી સાંજથી કોઈક ઠેકાણે ઝરમરીયો તો કોઈ ઠેકાણે મધ્યમ સ્વરૂપનો વરસાદ વરસતા સમગ્ર ગામડાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા.

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગત શનિવારથી વિધિવત વરસાદનો પ્રારંભ થતા નદી, નાળા અને કોતરડાઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. સાથોસાથ ડાંગની પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદી જીવંત બની હતી. આજરોજ મોડી સાંજે ડાંગના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના માલેગામ, શામગહાન, ગોટીયામાળ, ગુંદીયા, સોનુનીયા, બરમ્યાવડ, જોગબારી, બરડપાણી, ભૂરાપાની, બારીપાડા, ચીખલી, માનમોડી, જાખાના, બોરીગા‌વઠા, મહારાયચોંડ, દબાસ, હૂંબાપાડા સહિત અનેક ગામોમાં કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદ વરસતા પંથક પાણીથી તરબોળ થઈ ગયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે થોડા સમય માટે વરસાદી માહોલ થોડા સમય માટે ગાઢ ધુમ્મસીયુ વાતાવરણ છવાઈ જતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

સાપુતારા ખાતે વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. તસવીર-પાંડુચૌધરી

અન્ય સમાચારો પણ છે...