• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • કુકેરી ગામમાં માનવ વસ્તીમાં ધસી આવેલા દીપડાનો વાછરડી પર હુમલો

કુકેરી ગામમાં માનવ વસ્તીમાં ધસી આવેલા દીપડાનો વાછરડી પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી ગામે હનુમાનજી ફળિયામાં રહેતા અમૃતભાઇ બાબરભાઇ પરમારના કોઢારામાં દીપડો આવી વાછરડાને ઇજા પહોંચાડતા કોઢારામાં ઢોરોના ખડભાડાટથી લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો.જ્યારે છેલ્લા ચારેક દિવસથી અવરજવર માનવ વસ્તીમાં દીપડો દેખાય દેવાના બનાવથી પશુપાલકો, સ્થાનિક રહીશો, ખેડૂતો અને ખેતમજુરોમાં ભય ફેલાવા પામતા દીપડાને ઝબ્બે કરવા પાંજરુ મુકવા માટેની રજૂઆત જંગલ ખાતાની કચેરીએ કરવામાં આવી છે.

ચીખલી તાલુકાના કુકેરી ગામે હનુમાન ફળિયાના રહીશ અમૃતભાઇ પરમારના ઘરે કોઢારામાં દીપડો ધસી આવી બાંધેલી વાછરડીને ઇજા પહોંચતા લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો જ્યારે એ વિસ્તારમાં વારંવાર માનવ વસ્તીમાં અવરજવર દીપડો ધોળે દિવસે દેખાવાના બનાવ જાણે સામાન્ય બની જવા પામ્યા હોય અને અનેક વ્યક્તિ નજરે દીપડો ચઢવા સાથે દીપડાની પગની છાપ માનવ વસ્તીમાં દેખાતા દીપડાના આંટા ફેરાથી ભયનું વાતાવરણ ફેલાવા પામ્યું છે અને જેના કારણે પશુ પાલકોમાં ભયનું વાતાવરણ ફેલાવા સાથે ખેડૂતો અને ખેત મજુરો ખેતીવાડીએ જતા ગભરાટ અનુભવી રહ્યાં છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય અને પશુપાલકો પોતાના ઢોરો ખેતીવાડીની સીઝનમાં ચરાવવા જતા હોય તેમજ લીલો ઘાસચારો કાપવા માટે જતા હોય છે ત્યારે ધોળે દિવસે દીપડો માનવ વસ્તીમાં ધસી આવતા ખેતીવાડીની સીમમાં જતા આવતા ખેડૂતો અને ખેત મજુરો પણ ભય અનુભવવા સાથે ખેતમજૂરો ખેતીવાડીમાં કામ કરવા આવવાની ભયના માર્યા ના પાડતા ખેડૂતોની મુશ્કેલી પણ વધવા પામી છે અને જે દીપડાને ઝબ્બે કરવા માટે પાંજરુ ગોઠવવા માટેની રજૂઆત જંગલ ખાતાની કચેરીએ કરવામાં આવી છે. ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ કયા મુહૂર્તની રાહ જોયા બાદ પાંજરુ ગોઠવશે એવો પ્રશ્ન સ્થાનિક રહીશોમાં ઉઠવા પામ્યો છે.

દીપડાના પંજા માનવ વસ્તીમાં જણાતા ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...