• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • વાંસદા |ભાજપ દ્વારા વાંસદા વિધાનસભા સીટના તમામ ગામના કાર્યકર્તાઓની હાજરીમાં

વાંસદા |ભાજપ દ્વારા વાંસદા વિધાનસભા સીટના તમામ ગામના કાર્યકર્તાઓની હાજરીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |ભાજપ દ્વારા વાંસદા વિધાનસભા સીટના તમામ ગામના કાર્યકર્તાઓની હાજરીમાં કુંકણા સમાજની વાડી ભાજપના મૂળ સંગઠનની રચના કરનાર અને જનસંઘની સ્થાપના કરનાર ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ, ડાંગ-વાંસદાના વિધાનસભાના વિસ્તારક અશોક ધોરાજીયા, સુરતના વી.ડી. ઝાલાવડીયા ચીખલી તથા વાંસદા ભાજપના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ થયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ અને અશોકભાઈ ધોરાજીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, મહેશભાઈ ગામીત, વિજયભાઈ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી 7મી જુલાઈએ ભરૂચ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૌને પધારવા જણાવ્યું હતું.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...