તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો આગમન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીપંથકમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ આજે સારો વરસાદ થતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોઇ રહેલા ધરતીપુત્રોનાં રોપણી લાયક વરસાદની આશા બંધાવા પામી છે.

છેલ્લા કેટલાક દિવસોથી વાદળો સાથે સૂરજ દાદાની સંતાકૂકડી અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદના છૂટા છવાયા ઝાપટાને બાદ કરતા બુધવારના રોજ સવારના સમયે અડધો ઇંચ વરસાદ બાદ ઝાપટા ચાલુ રહેતા વરસાદી માહોલ જામવા પામ્યો છે. વરસાદના પાણી પર નભતા ખેડૂતોનું ડાંગરનું ધરૂ તૈયાર થઇ રહ્યું છે.ત્યારે રોપણી માટે ખેતરમાં જરૂરી પાણી માટે ખેડૂતો રોપણી લાયક વરસાદની કાગડોળે રાહ જોઇ રહયા છે ત્યારે આજે સારા વરસાદથી ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોઇ રહેલા ધરતીપુત્રોમાં આશા બંધાવા પામી છે. બીજી તરફ તાલુકામાંથી પસાર થતી અંબિકા,ખરેરા,કાવેરી સહિતની લોકમાતાઓમાં પાણીના પ્રવાહની ગતિ વધવા પામી છે,સાથે સ્થાનિક કોતરો અને તળાવોમાં પણ પાણીનો જથ્થો વધી રહ્યો છે.

ચીખલી પંથકમાં સવારના 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ખેતરમાં ડાંગરનું ધરૂ તૈયાર થઈ જવા પામ્યું છે. તસવીર- પ્રશાંતસિંહ પરમાર

ચીખલીમાં સવારના સમયે અડધો ઇંચ વરસાદ પડ્યો

અન્ય સમાચારો પણ છે...