તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો આરંભ ચીખલી રોડ ઉપર આવેલી કુમારશાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન નાયકના અધ્યક્ષસ્થાને ખેરગામના પીએસઆઇ જીગ્નેશ ગામીતના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. જેમાં વડપાડા ગામના માજી સરપંચ વિજયભાઈ નાયક, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ, શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએસઆઇ ગામીતે શાળાના બાળકોને સ્વરક્ષણ માટે તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિ વેળા શું કરવું તે અંગેનું માર્ગદર્શન આપી જીવનના દરેક પડાવમાં સાવચેતી અને ધીરજપૂર્વક પસાર થવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...