નાની ભમતી નજીક કારની ટક્કરે યુવકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીભમતી ગામ નજીક બોલેરોની ટક્કરે 18 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.

મનોજભાઈ મોહનસિંહ ચિતોડીયાએ ચીખલી પોલીસમાં ફરિયાદ આપી હતી કે તેઓ રોડની સાઈડ ઉપર ચાલી રહ્યા હતા.એ સમયે નાનીભમતી ગામ નજીક એક બોલેરો ગાડી (નં. જીજે-06-એચએલ-3241)નો ચાલક (જેના નામ ઠામની ખબર નથી)એ તેના કબજાની બોલેરોને પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડે ચાલી રહેલા મનોજભાઈના ભાઈ શેટ્ટી ઉર્ફે રાજુ મોહનસિંહ ચિતોડીયા (ઉ.વ.18 રહે. ચારણખેડા તા.સાઈદા જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ને ટક્કર મારી પોતાની કારને પલટી ખવડાવી હતી. શેટ્ટી ઉર્ફે રાજુ ચિતોડીયાને ટક્કર લાગતા ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરતા મરનારના ભાઈની ફરિયાદના આધારે ચીખલી પોલીસ સ્ટેશનના હે.કો. ઠાકોરભાઈ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...