• Gujarati News
  • ચીખલીની શાળાનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

ચીખલીની શાળાનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |સ્વામીનારાયણ ઈન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ ચીખલીની શાળા સંકુલનું ધો. 10 (સીબીએસઈ)નું 100 ટકા પરિણામ આવ્યું છે. સીબીએસઈ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી પરીક્ષામાં એસઆઈજીવી શાળાના 6 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે (10 સીજીપીએ). ઉપરાંત શાળાના બાકીના તમામ વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના મે.ટ્રસ્ટી શાસ્ત્રીસ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.