• Gujarati News
  • ચીખલી તાલુકાના ખાંભડા ગામે 30,000ના દારૂ સાથે એકની અટક

ચીખલી તાલુકાના ખાંભડા ગામે 30,000ના દારૂ સાથે એકની અટક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઆર.આર. સેલની ટીમને મળેલ બાતમીના આધારે ખાંભડા ગામે રેડ કરતા ત્યાંથી ભીખુભાઈ પટેલના ઘરમાંથી તેમજ કારમાંથી કુલ 429 નંગ દારૂની બોટલો જેની કિંમત રૂ.30,900 ઝડપી પાડ્યો હતો. જ્યારે કાર નં.જીજે-15-કે-9171 જેની કિંમત રૂ.30000 પણ કબજે કરી હતી. આર.આર. સેલે ખાંભડા ગામેથી રૂ.61,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારૂ રાખનાર ભીખુભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. દારૂ નો જથ્થો આપનાર રાકેશભાઈ અને પ્રકાશભાઈ બંને જેના પુરા નામઠામની ખબર નથી તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંગેની ફરિયાદ ચીખલી પોલીસમાં આર.આર.સેલના બાબુભાઈ પટેલે નોંધાવતા તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.