• Gujarati News
  • રેઠવાણીયા ગામે ડીઝલ સાથે એક ઈસમ પકડાયો

રેઠવાણીયા ગામે ડીઝલ સાથે એક ઈસમ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના રેઠવાણીયા ગામે ગેરકાયદેસર રીતે ડિઝલ વેચાઈ રહ્યું હોવાની બાતમી ચીખલી પોલીસને મળતા રેડ કરી રૂ.7740ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

ચીખલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચીખલીના રેઠવાણીયા અઢારપીર દરગાહની પાછળ રહેતા નટુભાઈ મંગુભાઈ ઢો.પટેલના ઘરની બાજુના ઘરમાં ગેરકાયદેસર રીતે ડિઝલ રાખ્યું છે એવી બાતમી ચીખલી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે નટુભાઈ પટેલના બાજુના ઘરમાં રેડ કરતા ત્યાંથી 130 લિટર ડિઝલ જેની અંદાજિત કિંમત રૂ.7670 અને રૂ.70ના સાધન મળી કુલ રૂ.7740નો મુદ્દામાલ કબજે કરી ડિઝલ રાખનાર નટુભાઈ પટેલ (ઉ.વ.48)ની ધરપકડ કરી હતી. આગળની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે.

રેઠવાણીયામાં ડીઝલનો જથ્થો પકડાયો હતો.