ભાસ્કર વિશેષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામનજીક આવેલા રૂમલા ગામે ચાલતા સમૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા-19જૂન રવિવારના રોજ વિશ્વ સિકલ દિન નિમિત્તે સિકલસેલનાં દર્દીઓ માટે સારવાર કેન્દ્રનો આરંભ થવા જઇ રહ્યો છે.

રૂમલા ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી,વલસાડ રક્તદાન કેન્દ્ર અમેરીકન સંસ્થા હીના ફાઉન્ડેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર રૂમલાનાં સહયોગથી ગુજરાત રાજ્યનું પ્રથમ સિકલસેલ સારવાર કેન્દ્રનું ઉદઘાટન આગામી 19 જૂન રવિવારે વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલનાં હસ્તે કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં સિકલસેલ સારવાર કેન્દ્રની ઘણાં લાંબા સમયથી જરૂરીયાત હોય વિશ્વ સીકલ દિન નિમિત્તે શરૂ થનારા સારવાર કેન્દ્રનાં પગલે આદીવાસી વિસ્તારનાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી રહી છે.રૂમલા સહિત આજુ બાજુનાં ગામોમાં લોકો માટે છેલ્લા ઘણાં વર્ષોથી અતિ લોકભોગ્ય પૂરવાર થયેલા રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિકલસેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો આરંભથી તેનો સંપૂર્ણ લાભ નવસારી જિલ્લાનો આદીવાસી તાલુકાનાં ચીખલી,ખેરગામ,વાંસદા અને વલસાડનાં ધરમપુર તાલુકાનાં સિકલસેલ ડિસીઝ દર્દીઓને તેનો લાભ મળી રહેશે.

અંગે રૂમલા સામૂહીક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર ડો.જગદીશ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે રૂમલામાં શરૂ થઇ રહેલા સિકલસેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રમાં જિલ્લાનાં ચીખલી, ખેરગામ, વાંસદા તથા વલસાડનાં ધરમપુર તાલુકામાં કુલ 1500 જેટલા દર્દીઓ નોંધાયેલા છે દર્દીઓને અવારનવાર સારવાર કેન્દ્રમાં લાવી તેમનું તબીબો દ્વારા ચેકઅપ કરવામાં આવશે તેમજ બે દર્દીઓને દાખલ કરી શકાય એવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં દર્દીઓ સારવાર કેન્દ્રનો લાભ લઇ દર્દીઓ સારી રીતે જીવન જીવી શકે, તેમજ રક્તનાં સ્ટોરેજ માટેની સુવિધા પણ રૂમલા આરોગ્ય કેન્દ્ર ખાતે થશે.

રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિકલસેલની પણ સારવાર કરવામાં આવશે.

રાજ્યનું પ્રથમ સિકલસેલ સારવાર કેન્દ્ર રૂમલામાં શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...