• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • ગ્લુકોઝના બોક્સ હોવાનું જણાવી ટ્રકમાં દારૂની હેરાફેરી કરાતી હતી

ગ્લુકોઝના બોક્સ હોવાનું જણાવી ટ્રકમાં દારૂની હેરાફેરી કરાતી હતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીને.હા.નં. 8 પરથી ટ્રકને પીકઅપવાનના ચાલકે ઓવરટેક કરી ઉભી રાખી ગ્લુકોઝના બાટલા તથા દવાખાનાનો સામાન જૂનાગઢ પહોંચાડવાનું જણાવી ટ્રકચાલકને ભાડાના રૂ. 10000 રોકડા ચૂકવ્યા હતા. બોક્સ ટ્રકમાં ભરીને રવાના થયા બાદ રોકડુ ભાડુ ચૂકવાતા ટ્રકના ચાલકને શંકા ગઇ હતી. મજીગામ પાસે ખોખા ચેક કરતા દારૂ હતો. બાબતની જાણ ચીખલી પોલીસને કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

બુધવારે સાંજે ટ્રક (નં. જીજે-3-એએક્સ-8484)નો ચાલક ટ્રક લઈ રાષ્ટ્રી ધોરીમાર્ગ નં. 8 પરથી પસાર થતો હતો. વખતે વાપી જીઆઈડીસી સામે અશોક નામનો વ્યક્તિ જેણે એક મહિન્દ્રા પીકઅપ વાન ટ્રકની આગળ ઉભી રાખી પીકઅપમાં દવાખાના માટે ગ્લુકોઝના બોટલ યા છે તેવું જણાવી બિલ્ટી બતાવી હતી. જેમાં પણ ગ્લુકોઝ બાટલાનો ઉલ્લેખ હોય ભાડાની લાલચમાં આવેેલા ચાલકે રૂ. 10 હજારનું ભાડુ નક્કી કરી બોક્સ ટ્રકમાં ભરી રવાના થયો હતો. ભાડના રૂ. 10,000 મળતા ટ્રક ડ્રાઇવરને શંકા ગઇ હતી. ટ્રક ચીખલીના મજીગામ ઉભી રાખી બોક્સ ખોલી જોતા તેમાં દારૂ હતો. ટ્રકના ચાલકે માલિકને જાણ કરતા તેમણે ચીખલી પોલીસને બાબતે વાકેફ કર્યા હતા.

પોલીસે ટ્રકમાંથી 48 બોક્સમાંથી રૂ. 4,11,100નો દારૂ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. દારૂ ભરવાનાર અશોક અને જૂનાગઢમાં જેને પહોંચાડવાનો હતો તે રાજેશ નામની વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો.

છેતરવા માટે 4 ફિનાઇલના બોકસ પણ સાથે હતા

બૂટલેગરેઆખુ ષડયંત્ર રચી છેતરપિંડી કરી દારૂ પહોંચાડવાનું નક્કી કરતા જો ટ્રકવાળા ખોખુ ખોલાવી ચેક કરે તો પણ સહેલાઈથી છેતરી શકાય હેતુથી દારૂ સાથે ફિનાઈલના બોક્સ પણ મૂક્યા હતા. જો બોક્સ ખોલવા તૈયાર થાય તો પણ ફિનાઈલનું બોક્સ ખોલી જે દવાખાનાનો સામાન જાણીને છેતરપિંડી કરી શકાય એવું આયોજન કર્યું હતું પરંતુ ટ્રકચાલકે ખોખુ ખોલતા પોલ બહાર આવી હતી.

ભાડાના રોકડા ~10,000 ચૂકવાતા ડ્રાઇવરને શંકા ગઇ

દવાખાનાનો સામાન જૂનાગઢ પહોંચાડવાનું જણાવાયું

અન્ય સમાચારો પણ છે...