તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • બારડોલી | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ તીરંદાજી સ્પર્ધા

બારડોલી | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ તીરંદાજી સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ તીરંદાજી સ્પર્ધા બારડોલીની પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ ખાતે સોમવારના રોજ યોજાઇ હતી. કોલેજના આચાર્ય ડૉ. વિનોદ પટેલની અધ્યાક્ષતામાં યોજાયેલ ઓપનિંગ સેરેમનીમાં પ્રા.સન્મુખભાઈ પટેલે રમતને ખુલ્લી મૂકી હતી. પ્રસંગે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડેવિડ પોલ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની નવ કોલેજોના 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજપીપળાની આર.એમ. પટેલ કોમર્સ કોલેજની ટીમ ચેમ્પિયન રહી હતી. જ્યારે ચિખલીની સરકારી વિજ્ઞાન કોલેજ ઉપવિજેતા જાહેર થઈ હતી. વિજેતા ટીમોને પ્રાધ્યાપક સન્મુખ પટેલના હસ્તે પરિતોષિક એનાયત કરાયા હતા.

બારડોલીની કોલેજમાં તીરંદાજી સ્પર્ધા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...