• Gujarati News
  • પોસ્ટ વિભાગે શેલ્ટર બનાવાયુ

પોસ્ટ વિભાગે શેલ્ટર બનાવાયુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |પોસ્ટ વિભાગના નવસારી ડિવિઝન દ્વારા આરપીએલઆઈ વીમાની 100 ટકાની કામગીરી માટે વણારસી ગામની પસંદગી કરવામાં આવી. જેમાં વીમાની કામગીરી વણારસી બ્રાંચ ઓફિસના પોસ્ટમાસ્તર મેઘનાબેન શૈલેષભઆઈ પટેલ, સરપંચ અને ગ્રામજનોના સહકારથી 100 ટકા કામગીરી પૂર્ણ કરી તે બદલ પોસ્ટવિભાગ તરફથી ગામને રૂ. 1 લાખનું બસસ્ટોપ શેલ્ટર બનાવી આપવામાં આવ્યું. જેનું ઉદઘાટન નવસારી ડિવિઝનના એસએસપી કવિતાના હસ્તે કરાયું હતું. જેમાં ચીખલી સબડિવિઝનના આઈપી પુનન પરમાર, અન્ય સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.