• Gujarati News
  • બારડોલીમાં થેલાવાળાએ પાલિકાના વોચમેનને માર્યો

બારડોલીમાં થેલાવાળાએ પાલિકાના વોચમેનને માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં થેલાવાળાએ પાલિકાના વોચમેનને માર્યો
બારડોલી પાલિકાના વોચમેન સોમવારે સવારે શાકભાજી માર્કેટમાં એક ફેરીયાએ માર મારતાં મામલો પોલીસમાં પહોંરયો હતો. બારડોલી પાલિકામાં વોચમેન તરીકે ફરજ બજાવતાં જગદીશભાઈ પટેલ લીમડાચોક વિસ્તારમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં ફરજ બજાવતો હતો. તે સમયે લીંબુના થેલાવાળાને ખસવા બાબતે રકઝક થતાં વોચમેનને આવેશમાં થેલાવાળે માર મારતાં મામલો બારડોલી પોલીસમાં પહોંરયો હતો.
જિંગાના તળાવમાં ડૂબી જતાં બાળકનું મોત
ટકારમા ઓલપાડ તાલુકાના કપાસી ગામે ઝીંગાના તળાવ પર મજૂરી કામ કરતાં હસુભાઈ કાળુભાઈ ભૂરિયા (રહે. રૂપખેડા તા. મેઘનગર, જાંબવા મઘ્યપ્રદેશ) જિંગા તળાવ પર મજૂરી કામ કરે છે. તેઓ સોમવારે તેમના પરિવાર સાથે તળાવ પર કામ કરતાં હતાં તે સમયે તેમનો પુત્ર વિક્રમ (ઉ.વ.૨) જે તળાવ નજીક રતો હતો તે સમયે બાજુમાં આવેલી નહેરમાં અચાનક પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેનું કરૂણ મોત નીપજયું હતું. આ અગેની જાણ મજૂરોના મુકદ્દમ બહાદુર માનસિંગે કરતાં ઓલપાડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માલગાડીના ટક્કરે અજાણ્યાનું મોત
બીલીમોરા સોમવારે સવારે બીલીમોરા-અમલસાડ વરચે ડાઉનલાઈન કોનરાજ માલગાડીની અડફેટે ૬૫ વર્ષીય અજાણ્યા આધેડ પુરૂષનું મોત નિપજયું હતું. મૃતક મજબૂત બાંધાનો, રંગે ઘઉવર્ણ, ઉચાઈ ૫ ફૂટ ૫ ઈચ તેમજ તેણે સફેદ રંગની કફની ધોતી પહેરેલ છે. વાલી વારસોને બીલીમોરા રેલેવે આઉટપોસ્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.
સાર સમાચાર