તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મવિલોપનની ચિમકીને પગલે ડેપો પર બંદોબસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારેબીલીમોરા એસ.ટી. ડેપોમાં મહિલા કંડકટર સહિત 6 જણાંએ આપેલી આત્મવિલોપનની ચિમકીને પગલે પોલીસ તંત્ર તથા એસ.ટી. વિભાગની ટીમે બીલીમોરા ડેપોમાં ધામો નાંખ્યો હતો.

બીલીમોરામાં મહિલા કંડકટરની છેડતી પ્રકરણમાં પોલીસે મહિલાની ફરિયાદ ધ્યાને લઈ ટ્રાફિક કંટ્રોલર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં તેની ધરપકડ બાદ જામીન ઉપર છુટકારો થયો હતો. પ્રકરણે ન્યાયની માગણી કરનાર મહિલા કંડકટર સહિત 6 જણાંએ મુખ્ય મંત્રીને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચિમકી આપતો પત્ર લખ્યો હતો. જેથી તંત્ર કામે લાગ્યું હતું.

દરમિયાન તેમની ધરપકડ કરી તેમને મામલતદાર સમક્ષ રજૂ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ 6 કર્મીઓ તા.3 માર્ચના રોજ આત્મવિલોપન કરવાના હોવાથી આજરોજ સવારથી પોલીસ સ્ટાફ મહિલા કર્મીઓ સાથે તેમજ એસ.ટી. તંત્રના અધિકારીઓ બીલીમોરા ડેપો ખાતે આવી પહોંચ્યા હતા.જેમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.જે.જાડેજા, મામલતદાર એસ.જે.ચાવડા તેમજ અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર રહી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જોકે આશ્ચર્ય વચચ્ચે સામૂહિક બદલી કરાયેલા 6 કર્મચારીઓ પૈકી બે કર્મચારી જે.બી.સોલંકી તેમજ અનિલ સી. ટેલર બંનેની સહીવાળો પત્ર તેમણે બીલીમોરા પોલીસને આપ્યો હતો. જેમાં તેમણે ન્યાય મળવાની આશાએ મંત્રી વિજય રૂપાણી સાથેની મુલાકાત બાદ આત્મવિલોપન રદ કર્યાનો પત્ર પોલીસને પાઠવ્યો હતો. જેથી પોલીસ તંત્ર અને એસ.ટી. તંત્રએ રાહતનો દમ લીધો હતો.

જોકે 6 પૈકી બે પુરૂષ કર્મીઓએ તેમનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો પરંતુ એક પુરૂષ કર્મચારી જીતેન્દ્રકુમાર પ્રતાપ સહિત ત્રણ મહિલા કર્મચારીઓ પ્રીતિબેન પ્રિતમભાઈ પટેલ, જયવંતીબેન જે. પટેલ અને દક્ષાબેન શૈલેષ પટેલ સાંજે લખાય છે ત્યાં સુધી ડેપો ખાતે આવ્યા હતા અને તેમનો સંપર્ક પણ થઈ શક્યો હતો.

મંત્રી સાથે મુલાકાત બાદ કાર્યક્રમ મુલતવી

બીલીમોરા મહિલા કંડકટર છેડતી પ્રકરણ

અન્ય સમાચારો પણ છે...