અમલસાડ માર્કેટ સબર્યાડનો રસ્તો આરસીસીનો બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરાએપીએમસી દેવસર સંચાલિત માર્કેટ સબયાર્ડ અમલસાડ ખાતે રૂ. 80 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવશે. રોડ નવો બન્યા બાદ ખેડૂતો અને વેપારીઓની તકલીફ દૂર થશે. એપીએમસીના ચેરમેન મોહનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. બીલીમોરા નજીકના દેવસર ગામે એપીએમસીમાં શાકભાજી-ફળોનું ખરીદવેચાણ મોટાપાયે થાય છે. એપીએમસી દેવસર સંચાલિત અમલસાડ માર્કેટ સબયાર્ડમાં કેરી, ચીકુ તેમજ સિઝનલ ફળફળાદિના ખરીદ વેચાણ માટે પ્રખ્યાત છે. અમલસાડ માર્કેટ સબયાર્ડનો રસ્તો વર્ષોથી બિસમાર હાલતમાં હતો. જેના કારણે ખેડૂતો અને વેપારીઓએ ત્રાસ સહન કરવો પડતો હતો. દેવસર એપીએમસી દ્વારા સ્વભંડોળમાંથી રૂ. 80 લાખના ખર્ચે નવો રસ્તો બનશે. એપીએમસીના ચેરમેન મોહનભાઈ પટેલ તથા મંત્રી નીતિનભાઈ નાયકના જણાવ્યાનુસાર આરસીસી ફલોરિંગનો રસ્તો 411 ફૂટ લાંબો અને 83 ફૂટ પહોળો બનશે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી અમલસાડ માર્કેટયાર્ડમાં વાહનો તેમજ રાહદારીઓને આવનજાવન માટે મુશ્કેલી પડતી હતી. રસ્તો બન્યા બાદ તમામ મુશ્કેલી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...