તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જાનમાં જતાં NRIએ પોલીને જીપને બીજા રસ્તે લઇજવા કહી અપશબ્દો કહ્યાં

જાનમાં જતાં NRIએ પોલીને જીપને બીજા રસ્તે લઇજવા કહી અપશબ્દો કહ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાનમાં જતાં NRIએ પોલીને જીપને બીજા રસ્તે લઇજવા કહી અપશબ્દો કહ્યાં

બીલીમોરા: બીલીમોરામાંલગ્નમાં આવેલી જાનને કારણે રસ્તા ઉપર ટ્રાફિકજામ થતા પોલીસની જીપ આવી તે દરમિયાન જાનમાં આવેલા એનઆરઆઈ આધેડે પોલીસ જીપ બીજે રસ્તે લઈ જાઓ, અમારી જાન જવા દો એમ કહી પીએસઆઈ વી.કે. ગઢવીને અપશબ્દો કહેતા પોલીસની કામગીરીમાં દખલગીરી કરવા બદલ એંધલના એનઆરઆઇની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે.

બીલીમોરા રિફાઈ હોલમાં ગણદેવાથી જાન આવી હતી. જાન બાંગીયા ફળિયા રિફાઈ હોલ પાસે પહોંચતા ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક જામ થતા પીએસઆઈ વી.કે.ગઢવી સ્ટાફ સાથે આવી પહોંચી ટ્રાફિક ક્લીયર કરતા હતા. તે દરમિયાન જાનમાં આવેલા એંધલ પહાડ ફળિયાના અને લંડનમાં રહેતા એનઆરઆઈ મોહમદ હનીફ સુલેમાન શેખે જણાવ્યું કે પોલીસની ગાડી બીજે રસ્તે લઈ જાઓ, જાનને આવવા દેવાનું જણાવી પોલીસને અપશબ્દો કહેતા સરકારી કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંગે બીલીમોરા પોલીસમાં પીએસઆઈ વી.કે. ગઢવીએ એનઆરઆઈ મોહમદ હનીફ શેખ સામે ફરિયાદ દાખલ કરી છે.