તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Bilimora
 • બીલીમોરામાં માર્ગ પર રખડતાં ઢોરોના અડિંગાથી લોકોને મુશ્કેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં માર્ગ પર રખડતાં ઢોરોના અડિંગાથી લોકોને મુશ્કેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાપંથકમાં રખડતા ઢોરના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેઠેલા ઢોરોના કારણે ઘણી મુશ્કેલીઓ નાગરીકોને પડી રહી છે.

બીલીમોરા પથંકમાં હાલ રખડતા ઢોરોનો ભારે ઉપદ્રવ છે.જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોને કારણે મુશ્કેલીઓ સર્જાતી રહે છે.જેને કારણે જાહેર જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.જ્યાં જુઓ ત્યાં ઢોરોનો ત્રાસ છે.ઢોર માલીકો આખા દિવસો દરમિયાન તેમના ઢોરોને છોડી મુકે છે અને રાત્રે પાછા લઇ જઇ દુધ દોહી ફરી છોડી મુકે છે.તેમજ ગાયના માલિકો જે ગાય કે ઢોર તેમને ઉપયોગી હોય દુધ આપતા બંધ થાય, બીમાર થાય કે લાચાર બંને તેને છોડી મુક્તા હોય છે.તંત્રએ પણ બધી બાબતો ધ્યાને લઇ ઢોર માલિકોને દંડ કરવો જોઇએ અથવા તો રખડતા ઢોરને પકડીને પાંજરાપોળ મોકલી આપવા જોઇએ એવી માંગણી જનતા કરી રહી છે. ઢોરોના કારણે અકસ્માતો થવાની સંભાવના વધી છે. ઝડપભેર આવતું કોઇ વાહન કારણે પોતાનું સંતુલન ગુમાવી અકસ્માત નોતરે છે.તેમજ જાહેર માર્ગ ઉપર ઢોરોના મળમુત્રના કારણે ભારે ગંદકી પણ ફેલાય છે.તેમજ જો કોઇ વાંકે બે આખલા લડાયા તો તેઓ અન્ય લોકોને પણ ઇંજા પહોચાડી શકે છે.

આમ રસ્તા વચ્ચે અડાંગો જમાવી બેસે રહેતા પશુઓને જેર કરવા માટે લોકો તંત્ર પાસે માંગણી કરી રહયા છે.તેમને મૂળ માલિકોને લઇ જવા અથવાતો તેને પાંજરાપોળમાં મુકવા માટે લોકો માંગણી કરી રહયા છે.

ઢોર પકડવા વૈકલ્પિક વ્યવસ્થા કરીશું

^નવસારી પાંજરાપોળને લેખિત પત્ર લખવામાં આવી ઢોરોને પકડી પાંજરાપોળમાં લઈ જવા માટે જણાવ્યું હતું પરંતુ હાલ નવસારી પાંજરાપોળમાં ઢોરોનો ખુબ વધારે ભરાવો છે જેથી ત્યાંથી નહીં મોકલવાનું જણાવવામાં આવ્યું છે, તેમ છતાં અંગેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીશું. > સુમનલતાબેનવર્મા, પ્રમુખ,બીલીમોરા પાલિકા

છેલ્લંા કેટલાંક દિવસથી બીલીમોરા વિસ્તારમાં માર્ગ પર રખડતા ઢોરો અડીંગો જમાવી બેસી જાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. તસવીર- ભાસ્કર

ઢોર અડીંગો જમાવી બેસી રહેતા માર્ગ નાના થતાં વાહનચાલકોને પણ મુશ્કેલી

રખડતા ઢોરને પકડીને પાંજરાપોળ મોકલી આપવા માંગણી કરતા લોકો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો