તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનમાં સદગુરૂનું મહત્વ માત્ર ગુરૂ-શિષ્ય પુરતું સીમીત નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના દેવસર ખાતે આવે નવનાથ આશ્રમમાં બ્રહ્મલીન પ.પૂ.સાને દાદાના ઉતરાધીકારી પૂજ્ય છોટેદાદાના સાનીધ્યમાં હજારો નાથપંથી ભક્તો વચ્ચે ગુરૂપુર્ણીમાનો ઉત્સવ ઉજવાયો હતો.

મંગળવારે આષાઢી પુનમના રોજ નવનાથ આશ્રમ બીલીમોરા દેવસર ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવની ધામધૂમથી ભક્તિ ભાવ સભર ઉજવણી કરવામાં આવી હતી. પૂ. છોટેદાદાના સાનીધ્યમાં સવારે ગુરૂજીનું ષોડ સોપચાર પુજન અર્ચન ત્યારબાદ દર્શનનો સૌએ લાહવો લીધો હતો. પૂ.છોટેદાદાએ તેમને અમૃત વાણીમાં આજના ગુરૂપૂર્ણિમાના દીને ધૃતીમાન નાથ સંપ્રદાયના શિષ્યોને ગુરુઅંતે શીષ્યોના સંબધો વિશે સમજાવ્યા માતા-પિતા બાદ બીજુ પદ ગુરૂનું હોય છે.પરમ દયાળુ પરમાત્મા એવા ભગવાન સુધી દરેક ભક્તાના જીવનમાં સાંકળવાનું કામ ગુરૂ દ્વારા થાય છે.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સદગુરૂનું મહત્વ માત્ર ગુરૂ-શિષ્ય પુરતું સીમીત નથી પરંતુ દરેક જીવનમાં અનેક પ્રકાર સાચો માર્ગ બતાવનાર કે સાચી દિશામાં પ્રેરવાનું કાળ સદગુરુ દ્વારાજ થતું હોય છે. છોટેદાદાએ સૌ ભક્તોને જીવનમાં નીરોગી અને આધ્યાત્મીક જીવન પ્રેરણારૂપી બની રહે તે માટે આશીર્વાદ આપ્યા હતા.

બીલીમોરા નવનાથ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો