તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિયાળાની શરૂઆત ટાણે ધોબી તળાવ સુકાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીનાસંગ્રહ માટે બીલીમોરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણની બ્યુટીફિકેશન કરાયેલ ધોબી તળાવમાં શિયાળાની શરૂઆત થતાની સાથે પાણી સુકાયું છે, તળાવનું પાણી પગ કરી જતા લાખો રૂપિયાની યોજના સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા ધોબી તળાવ સુકાતા લોમમુખે ચર્ચાનો વિષય બન્યો છે. જળ એજ જીવનના સૂત્ર સાથે પાણી બચાવવાની ઝુંબેશ લોકો દ્વારા સરકાર દ્વારા પાણી બચાવવા અનેક યોજનાઓ કાર્યક્રમો કરવામાં આવે છે. પાણી એક એવી જીવન જરૂરિયાતની વસ્તુ છે કે હજુ વૈજ્ઞાનિકો કૃત્રિમ જળ બનાવવામાં સફળ થયા નથી. પાણી બચાવવા સરકાર દ્વારા કેટલીક ઝુંબેશ ઉપાડવામાં આવે છે.

બીલીમોરા નગરપાલિકા દ્વારા પણ શહેરને પાણીની માંગને પહોંચી વળવા ખૂબ જૂનું એવા ધોબી તળાવને લાખો રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ બ્યુટીફીકેશન, રબ્બલ પીચિંગ કરાવવામાં આવ્યું હતુ.

પૌરાણિક કાળમાં ધોબી તળાવના ઘાટે કપડાં ધોવાનું કામ કરવામાં આવતું હતુ. એટલે એનું નામ ધોબીતળાવ લોક મુખે ઓળખાતું હતુ. તળાવમાં પાણી નહીં ઘટે તે માટે ત્રણ કુવા પણ બનાવવામાં આવ્યા હતા.આટલા ખર્ચા બાદ પણ શિયાળાની હજી માંડ શરૂઆત થઈ છે ત્યારે તળાવમાંનું પાણી અદ્રશ્ય થયું છે.

તળાવમાં થોડું પણ પાણી સંગ્રહિત નથી. જોકે પાણી કયા પગ કરી ગયું એતો તપાસનો વિષય છે. તળાવ ફરતે ઈંટના ભઠ્ઠાઓ પણ ધમધમે છે.

પાણી કયાં ગાયબ થયું કે વપરાયું તે તપાસનો વિષય છે. લાખો રૂપિયાના આંધણ બાદ પણ તળાવનું પાણી સુકાય જાય વાત હાલ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

બીલીમોરા ધોબી તળાવ શિયાળાની શરૂઆત ટાણે સુકાયું. તસવીર-પ્રબોધ ભીડે

તળાવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો

તળાવનોઘેરાવ 10446 ચો.મી.ઊંડાઈ 6.20 મીટર અને તેનું ક્ષેત્રફળ 64765.20 ક્યુબીકમિટર જેટલું છે, જેમાં 64765200 લીટર પાણી સંગ્રહિત થાય છે. તળાવને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુડીપી 56) અંતર્ગત રૂ.28.18 લાખના ખર્ચે રબલ પીચિંગ કરાયું હતુ. ત્યારબાદ તળાવ ફરતે ફેનસિંગ,સુરક્ષા દરવાજા પાછળ પણ રૂપિયા ખર્ચાયા હતા.

બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ધોબી તળાવનું પાણી કયાં ગાયબ થયું કે વપરાયું તે તપાસનો વિષય

અન્ય સમાચારો પણ છે...