• Gujarati News
  • દેવધામાં વાહન સળગાવનારા ત્રણની ધરપકડ કરતી પોલીસ

દેવધામાં વાહન સળગાવનારા ત્રણની ધરપકડ કરતી પોલીસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીક દેવધા ગામના ગુલામ ઈસ્માઈલ ખલીફાની રિક્ષા તથા પરિવારના સભ્યના મિત્રની બાઈક પર આંગણામાં મુકી હતી. જે રહસ્યમય રીતે કોઈકે સળગાવી નાંખતા થયેલી ફરિયાદના આધારે બીલીમોરા પોલીસ અને એલસીબીએ 3 આરોપીઓની અટક કરી આકરી પૂછપરછ કરતા ત્રણે જણાઓએ ગુનો કબૂલી લીધો હતો.

ગત અઠવાડિયાએ બીલીમોરાના દેવધા ગામે રહેતા ગુલામ ઈસ્માઈલ ખલીફાએ તેની રિક્ષા ઘરના આંગણામાં મુકી હતી. જેની બાજુમાં તેનો ભાણેજ સરફરાઝ કે જે તેનો વાઘરેચ રહેતો મિત્રની હોન્ડા ગ્લેમર બાઈક લાવ્યો હતો. રિક્ષા અને બાઈકને રાત્રે ત્રણેક વણઓળખાયેલાઓએ સળગાવી નાંખતા રિક્ષાને રૂ. 40 હજારનું અને બાઈકને રૂ. 25 હજારનું નુકસાન પહોંચ્યું હતું. ગુલામ ઈસ્માઈલ ખલીફાએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પોલીસ સાથે એલસીબી પણ કરી રહી હતી અને ગામના શકમંદોને પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરી રહ્યા હતા જેમાં એલીસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દેવધા મંદિર ફળિયામાં રહેતા ત્રણ એવા અજય નાનુભાઈ પટેલ (ઉ.વ. 28), ચિરાગ શશીકાંત પટેલ (ઉ.વ. 24) તથા સંદીપ બચુભાઈ પટેલ (ઉ.વ. 25)ની કડક પૂછપરછ કરતા ત્રણે જણાં ભાંગી પડ્યા હતા અને તેમણે રિક્ષા તથા બાઈક સળગાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલી લીધુ હતું.

બીલીમોરા નજીકનાઆંતલીયા ખાતે રૂ. 92 હજારની બાઈક સળગાવી નાંખી હતી. તેમા બેને બીલીમોરા પોલીસે દેસરા રોડ પરથી ઝડપી પાડી જેલમાં પુરી દીધા છે. આંતલીયાના ચેતન નાયકાની નવી પલ્સર બાઈક તથા તેનો મિત્ર રિપેશ હળપતિની ટ્વીસ્ટર બાઈકને જીગો ઉર્ફે જીગ્નેશ ભગવાન પટેલ, રસિક શુક્કર હળપિત તથા ધર્મેશ ઉર્ફે ધમો બાવાભાઈ પટેલે સળગાવી નાંખતા બે બાઈકને રૂ. 92 હજારનું નુકસાન પહોંચ્યું હતું. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી હતી. જેમાં કામમાં સંડોવાયેલા ત્રણ રસિક શુક્કર હળપતિ, ધર્મેશ ઉર્ફે ધમો બાવાભાઈ પટેલ તથા જીગો ઉર્ફે જીગ્નેશ ભગવાન પટેલ બીલીમોરા દેસરા ખાતે આવેલ ખાઉધરાગલીમાં ઉભા છે એવી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને કોર્ડન કરી લીધા હતા. ત્રણે આરોપીમાંથી રસિક શુક્કર હળપતિ જે ભાગતો ફરે છે તે સિવાયના જીગો ઉર્ફે જીગ્નેશ ભગવાન પટેલ તથા ધર્મેશ ઉર્ફે ધમો બાવાભાઈ પટેલ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

આંતલીયામાં બાઈક સળગાવનાર બે ઝડપાયા

ગૌમાંસના કારણે રિક્ષાને આગ લગાડાઇ

ગુલામ ઈસ્માઈલખલીફાનો નાનો ભાઈ રફીક ખલીફા ગત તા. 9મી ઓકટોબરે ગણદેવીથી 40 કિલો ગૌમાં