તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આક્રોશ| પાયાની સુવિધાઓના મુદ્દે નગરપાલિકા ઓરમાયું વર્તન દાખવતી હોવાનો 1000થી વધુ રહેવાસીઓનો આક્ષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ| પાયાની સુવિધાઓના મુદ્દે નગરપાલિકા ઓરમાયું વર્તન દાખવતી હોવાનો 1000થી વધુ રહેવાસીઓનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાંગાયકવાડ મિલચાલના રહીશો દ્વારા ચૂંટણીના બે દિવસ અગાઉ માર્ગ ઉપર ભાજપે વોટ માંગવા આવવું નહીં એવા બેનરો લગાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા કરવામાં આવતા કાવાદાવા સામે વિરોધ દર્શાવી બેનર લગાવવામાં આવ્યું છે.

બીલીમોરા પશ્ચિમે વોર્ડ નં. 2માં આવેલી ગાયકવાડ મિલ ચાલના સ્થાનિક રહેવાસીઓએ સ્થાનિક ભાજપ દ્વારા કરવામાં આવતા કાવાદાવાના વિરોધમાં અહીં રહેતા મિલ કામદારોનો અસંતોષ સ્થાનિક ભાજપ સામે ચરમ સપાટી પર આવતા, મિલચાલના રહીશોએ મિલ ચાલના માર્ગ ઉપર ભાજપે વોટ માંગવા આવવું નહીં એવા બેનર ચૂંટણીના બે દિવસ અગાઉ લગાવતા રાજકારણ ગરમાયું છે.

એક હજાર જેટલા મતદારો ધરાવતા મિલ ચાલના રહીશોનો આક્ષેપ છે કે, તેમની સાથે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે અને પાયાની સુવિધાઓથી તેમને હાલ સુધી વંચિત રાખવામાં આવ્યા છે. મિલ ચાલમાં 1986માં બંધ પડેલી ગાયકવાડ મિલના કામદારો મોટા પ્રમાણમાં રહે છે. જેઓ વર્ષોથી તેમના નીકળતા તેમના હક્કના નાણાં મેળવવા માટે ઉચ્ચ ન્યાયાલયમાં કેસ માંડીને સંઘર્ષ કરી રહ્યા છે, જે અંગેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે સ્થાનિક ભાજપ નેતાગીરી મિલની જમીન ફરતે કંપાઉન્ડ દિવાલ બનાવવામાં પણ સાથ આપી રહી હોવાના આક્ષેપો પણ મિલ ચાલના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની વાતો પણ સામે આવી રહી છે. તેમના મકાનો ખાલી કરાવવા માટે પણ કાવાદાવા થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આમ ગાયકવાડ મિલ ચાલના કામદારો દ્વારા તેમને થતા અન્યાય સામે તેમજ તેમને પાયાની સુવિધાઓ નહીં મળતી હોવાના સામે વિરોધ દર્શાવી માર્ગ પર બીલીમોરા ગાયકવાડ મિલ ચાલના કામદારો સાથે બીલીમોરા ભાજપ દ્વારા કરવામાં આવતા કાવાદાવાના વિરોધમાં ભાજપે વોટ માંગવા આવવું નહીં એવા બેનરો મારતા ચૂંટણીના બે દિવસ અગાઉ રાજકારણ ગરમાયુ છે.

બીલીમોરા ગાયકવાડ મિલ ચાલ વિસ્તારના રહીશો દ્વારા લગાવાયેલા બેનર.

30 વર્ષથી હકની લડાઇ લડી રહ્યા છે

^ગાયકવાડ મિલ બંધ થયા બાદ કામદારો 30 વર્ષથી વધુ સમયથી કોર્ટમાં તેમના હક્કની લડાઈ લડી રહ્યા છે ત્યારે ભાજપ તરફથી અમને કોઇ મદદ મળી નથી. મિલની જમીન પર હાલ કંપાઉન્ડ દિવાલ બાંધવામાં આવી રહી છે, જે બિલકુલ ગેરબંધારણીય છે. જેના લીધે કામદારોનું હિત જોખમાઈ રહ્યું છે. જેથી અમો મિલ ચાલના કામદારોએ બેનર મારવાની ફરજ પડી છે.> હરીશભાઈખુમાણ, મિલચાલરહીશ

બીલીમોરા ગાયકવાડ મિલચાલમાં વિરોધનાં બેનર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો