મેંધર ગામે ચક્રવાતથી સ્કૂલના નળિયા અને ઘરોના પતરા ઉડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીક દરિયાકાંઠે આવેલા મેંધર ગામે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ગામમાં આવેલા પ્રાથમિક શાળાના બે ઓરડાના નળિયા તથા ઘરોના પતરા ચક્રવાતને પગલાં તૂટીને ઉડી ગયા હતા. મોરલી ગામે પણ ચક્રવાતને કારણે બે ઘરોના છાપરા ઉડી ગયા હતા, જેના કારણે વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું હતું.

આજ સવારથી બીલીમોરા તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદ અને તેની સાથે ફૂંકાયેલા પવનને કારણે બીલીમોરા નજીક દરિયાકાંઠે આવેલા મેંધર ગામે ચક્રવાત સર્જાતા મેંધર પ્રાથમિક શાળા તેમજ મેંધર ગામના ઘરોના છાપરા ઉડી ગયા હતા. ચક્રવાતને પગલે ઘરોના છાપરા ઉડ્યાની માહિતી મળતા મેંધર ગામના સરપંચ દિનેશભાઈ નાનુભાઈ ટંડેલ, વોર્ડના પંચાયત સભ્ય તથા ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી જઈ ચક્રવાતનો ભોગ બનનારને જરૂરી મદદ આરંભી હતી. હાલ ચક્રવાતને કારણે નુકસાનનો અંદાજ લગાવી શકાયો હતો. બનાવની જાણ થતા વહીવટીતંત્રે નુકસાનીનો અંદાજ કઢાવવા સરવે હાથ ધર્યું હતું. ચક્રવાતને કારણે જે ઘરોના પતરા ઉડ્યા હતા તેમનો ઘરવખરીનો સામાન, અનાજ પલળી જવા પામ્યું હતું અને ચક્રવાતનો ભોગ બનનાર પરિવારજનોએ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. મોરલી ગામે પણ બે ઘરોના પતરા ઉડ્યા હોવાની જાણકારી મળી હતી. પ્રાથમિક શાળાના નળિયા ઉડ્યા હતા પરંતુ કોઈ જાનહાનિ પહોંચવા પામી હતી. ચક્રવાતની ઘટનાને પગલે વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું.

ચક્રવાતને કારણે ઉડી ગયેલા પતરા.

મોરલી ગામે પણ બે ઘરના પતરા ઉડી ગયા

અન્ય સમાચારો પણ છે...