• Gujarati News
  • વલોટીગામે મંદિર ફળિયાના એક મકાનમાં બીલીમોરા પોલીસે રેડ કરતા

વલોટીગામે મંદિર ફળિયાના એક મકાનમાં બીલીમોરા પોલીસે રેડ કરતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલોટીગામે મંદિર ફળિયાના એક મકાનમાં બીલીમોરા પોલીસે રેડ કરતા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસથી બચવા એક ઈસમે પહેલા માળેથી કૂદકો મારતા પગ ભાંગી ગયો હતો. જ્યારે બાકીના આઠ જણાં ભાગી છૂટ્યા હતા.

બીલીમોરા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ બીલીમોરા પોલીસને બાતમી મળી હતી કે વલોટી ગામના મંદિર ફળિયામાં રહેતા છબીલભાઈ ઠાકોરભાઈ પટેલના ઘરના પહેલા માળ ઉપર જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે બીલીમોરા પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક ઈસમ નામે પ્રતિક નાનુ પટેલ પહેલા માળેથી નીચે કૂદી નાસવા જતા તેનો જમણો પગ ભાંગી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે બીલીમોરાની ગુપ્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રતિક પટેલને અન્ય જુગારીયાઓ વિશે પૂછપરછ કરતા તેણે છબીલ ઠાકોરભાઈ પટેલ (રહે. વલોટીગામ, મંદિર ફળિયા), ઉમેશ ભીખુભાઈ પટેલ (રહે. વડસાંગળ, આઝાદ ‌ફળિયા), ભાવેશ દિલીપભાઈ પટેલ, જય હસમુખભાઈ પટેલ, લખન પટેલના નામ જણાવ્યા હતા. સિવાય પણ બીજા 4 ઈસમો જેના નામઠામની ખબર નથી તેઓ પણ જુગાર રમતા હતા એવું જણાવ્યું હતું.

પ્રતિક પટેલ પકડાઈ ગયો હતો. જ્યારે અન્ય તમામ નાસી છૂટ્યા હતા. તમામ આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી રૂ. 1250નો જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. બીલીમોરા પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ આદરી છે.

પોલીસની રેડ પડતા1 પકડાયો, અન્ય 8 ભાગી ગયા

વલોટીમાં જુગારના સ્થળે પોલીસે છાપો માર્યો