• Gujarati News
  • બીલીમોરાના વેપારીને વીમા કંપની મેડિક્લેઈમની રકમ ચૂકવે

બીલીમોરાના વેપારીને વીમા કંપની મેડિક્લેઈમની રકમ ચૂકવે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીનેમેડિક્લેઈમની રકમ વ્યાજસહિત ચૂકવવા વીમા કંપનીને નવસારી ગ્રાહક ફોરમે હુકમ કર્યો છે.

બીલીમોરામાં બીલીરોડ ઉપર રહેતા વેપારી કિશોર ડી. ગાંધીએ નેશનલ ઈન્સ્યુરન્સ કંપની લી.માંથી તેમની અને પત્નીની મેડિક્લેઈમ પોલિસી લીધી હતી. પોલિસી દરમિયાન કિશોરભાઈને પેટમાં દુ:ખાવો, ગભરામણ અને વીકનેશ લાગતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. જેનો ખર્ચ 69990 રૂપિયા થયો હતો. અંગે કલેઈમ કરાતા વીમા કંપનીએ નામંજૂર કર્યો હતો. જેથી કિશોરભાઈએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક ફોરમે ચુકાદા અંતર્ગત પોલિસીધારકને વીમા ક્લેઈમની રકમ 69990 રૂપિયા વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક ફોરમે હુકમ કર્યો. ઉપરાંત પડેલ ત્રાસ પેટે તથા ફરિયાદ ખર્ચ પેટે કુલ પાંચ હજાર રૂપિયા પણ ચૂકવવા જણાવ્યું.ગ્રાહક ફોરમે ચુકાદામાં જણાવ્યું કે, પોલિસીધારકને જે બિમારી હતી તે અગાઉથી હતી તે અંગેનો કોઈ આધારપાત્ર પુરાવો વીમા કંપની તરફથી રેકર્ડ ઉપર રજૂ કરવામાં આવેલ નથી.