મેંધર ગામે ઝીંગા તળાવ બાબતે બોલાચાલી થતાં પોલીસ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંધરગામે નવા તળાવ બાબતે કેટલાંક શખ્સોએ આવીને અહીં તળાવ બનાવવાનું નથી કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા પ્રીમીશ ટંડેલે ફરિયાદ નોંધાવી હતી.

મેંધર ગામે મંદિરથી મેંધર તરફ જતા માર્ગે નવા ઝીંગા તળાવો બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. તળાવનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્થળે ક્રિષ્ના ટંડેલ, કાયોભાઇ ટંડેલ તેમજ બે શખ્સોએ તળાવ બનાવવાનું નથી તેમજ ધંધો કરવાનો નથી એમ કહી પ્રિમીશભાઇ સાથે ઉગ્ર બોલાચાલી કરેલ હતી. થોડા દિવસો બાદ ફરિયાદી પ્રીમીશભાઇને મોબાઇલ ફોન ઉપર પ્રમાણેની ધમકી મળતા ફરિયાદી પ્રીમીશ ટંડેલે ક્રિષ્ના ટંડેલ, કાયોભાઇ ટંડેલ તેમજ અન્ય બે વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

તમારે તળાવ બનાવવાનું નથી કહી ઉગ્ર બોલાચાલી કરી

અન્ય સમાચારો પણ છે...