તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Bilimora
 • તહેવારોને અનુલક્ષી બીલીમોરામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવારોને અનુલક્ષી બીલીમોરામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાપોલીસ દ્વારા સોમનાથ સંકુલમાં ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને લઈને બીલીમોરાના હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં બંને ઉત્સવો શાંતિપૂર્ણ માહોલમાં પાર પાડવા માટે સમગ્ર નગરજનોને અપીલ કરાઇહતી.

આગામી 13મીએ ઈદ અને 15મીએ ગણેશ વિસર્જનના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પાર પડે હેતુથી બીલીમોરા પોલીસ દ્વારા હિન્દુ-મુસ્લિમ બંને કોમના શહેરના આગેવાનો તેમજ ગણપતિ મંડળના સંચાલકો સાથે યોગ્ય આયોજન અર્થે મિટિંગનું આયોજન થયું હતું. આમ તો શરૂઆતથી બીલીમોરામાં ગણેશ વિસર્જન અને ઈદનો તહેવત તેમજ બીજા અન્ય તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય છે. આગામી 17મીએ પોલીસ બેડાનો મોટાભાગનો સ્ટાફ વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવવામાં આવ્યો હોવાથી બીલીમોરા પીએસઆઈ વી.બી. આલ દ્વારા ગણપતિ વિસર્જન વહેલું શરૂ કરી જલદી પતાવવા દરેક મંડળના આયોજકોને અપીલ કરી હતી. બીલીમોરામાં શ્રીજીની નાની મોટી મળી કુલ 173 જેટલા શ્રીજીની નોંધણી છે તેમજ બીજા અન્ય મળી કુલ 600 જેટલા શ્રીજીનું સ્થાપન થાય છે. મંડળો દ્વારા વિસર્જન વહેલુ કરવાની ખાતરી આપી હતી. પાલિકા પ્રમુખ સુમનલતાબેન વર્માએ પણ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે નગરજનોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો