તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં કારમાંથી મ્યુજિક સિસ્ટમ ચોરતી ટોળકી સક્રીય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરામાંશનિવારની રાત્રિએ અલગ અલગ જગ્યાએથી ચાર ગાડીની કાચ તોડી કારટેપની ચોરી કરવાના પ્રયાસમાં એક ગાડીમાંથી મ્યુઝીક સિસ્ટમ અને એમ્પ્લીફાયર ચોરાતા ગાડીના માલિકે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કિગમાંથી ગાડીના કાચ તોડી મ્યુઝીક સિસ્ટમની ચોરીનો બનાવ બન્યો છે. તલોધ વિસ્તારમાં નર્સરી રોડ ઉપર શ્રીરંગ અને સાંઈરંગ એપાર્ટમેન્ટ તથા યશોદા એપાર્ટમેન્ટના પાર્કિગમાં ચાર કારના કાચ તોડી એક કારમાંથી મ્યુઝીક સિસ્ટમની ઉઠાંતરી કરી ચોરટાઓ પોતાનો કસબ અજમાવી ગયા હતા. શ્રીરંગ અને સાંઈરંગ એપાર્ટમેન્ટમાં એક વેગનઆર કારમાંથી ચોરટાઓ મ્યુઝીક સિસ્ટમ ઉઠાવી ગયા હતા. જોકે કારમાલિકે અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આજ એપાર્ટમેન્ટના રેનોલ્ટ ક્વીડ ગાડીમાંથી કાચ તોડી ચોરટાઓએ મ્યુઝીક સિસ્ટમ કાઢવા પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ તેમાં સફળ રહ્યા હતા અને માત્ર બે પેન ડ્રાઈવ કાઢી ગયા હતા. જ્યારે યશોદા એપાર્ટમેન્ટમાં રહેતા વિકેશભાઈ ગાંધીની વર્ના ગાડીમાંથી મ્યુઝીક સિસ્ટમ-એમ્પ્લીફાયર મળી કુલ રૂ. 15 હજારની ચોરી તેમજ કારનો કાચ તોડી અંદાજે 25 હજારનુ નુકસાન કરી ગયા હતા. જ્યારે એજ એપાર્ટમેન્ટમાં ઈન્ડિકાનો કાચ તોડી મ્યુઝીક સિસ્ટમ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચોરટાઓ તેમાં સફળ રહ્યા નહતા. વિકેશભાઈ ગાંધીએ મ્યુઝીક સિસ્ટમની ચોરીની ફરિયાદ પોલીસમાં આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરટાઓને ઝબ્બે કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.

ચાર વાહનોને નિશોનો બનાવતા ફફડાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો