તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરાના અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાતા ટ્રાફિકને અસર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરામાંબુધવારે વહેલી પરોઢે ચાર કલાકમાં દોઢ ઈંચ જેટલું પાણી પડ્યું હતું. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીલીમોરાના અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા.

લાંબા વિરામ બાદ આજે વહેલી સવારમાં બીલીમોરા પંથકમાં વરસાદ પડ્યો હતો. બફારા અને તાપથી અકળાતા લોકોએ વરસાદ પડતા મોટી રાહત પહોંચી હતી. સવારે 6થી 10ના ચાર કલાકના ગાળામાં 34 મિ.મિ. એટલે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ નહીં પડવાના કારણે લોકો ઉકળાટ અને તાપ સહન કરી રહ્યા હતા, જેમાં આજે પડેલા વરસાદે થોડી રાહત આપી છે. વરસાદ પણ જાણે હાલ ચાલી રહેલા ગણેશોત્સવમાં પોતાની હાજરી પૂરાવતો હોય એમ વરસ્યો હતો. આજે પડેલા વરસાદે ફાટક બંધ હોવાના સમયે એકમાત્ર વિકલ્પ એવા અંડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી પાણી કરી દેતા વાહનવ્યવહાર થોડા અંશે પ્રભાવિત થયો હતો. બપોર બાદ વરસાદ નહીં પડતા પાણી ઓછા થતા વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. વરસાદના પગલે ફાટકના ખાડામાં પણ પાણી ભરાયા હતા. લાંબા ગાળા પછી પડેલા વરસાદના લીધે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

બીલીમોરામાં અંડરગ્રાઉન્ડમાં ભરાયેલું પાણી. તસવીર-પ્રબોધભીડે

બપોર બાદ પાણી ઓરસતા વાહનવ્યવહાર શરૂ થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો