તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોલાઈ ગામના 20 વર્ષીય યુવાને બીલીમોરા આવી આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના ધોલાઇ ગામના 20 વર્ષીય યુવાને ગત મોડી રાત્રે રહસ્યમય રીતે બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ઉપર વડના વૃક્ષ ઉપર નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લઇ પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. બીલીમોરા પોલીસે અકસ્માતમાં મોતની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરાથી 15 કિલોમીટર દૂર આવેલા ધોલાઇ ગામે રહેતા 20 વર્ષીય યુવાન હેમીંગ નરેશભાઇ ટંડેલે બીલીમોરાના મઢી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરના વડના વૃક્ષની ડાળી સાથે નાયલોનનું દોરડું બાંધી ફાંસો ખાઇ લઇ જીવનનો અંત આણી દીધો હતો.

આશ્ચર્ય પામવા જેવી બાબત છે કે હેમીંગએ બીલીમોરાથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા ધોલાઇ ગામેથી બીલીમોરા રાત્રે શા માટે આવ્યો હતો અને તેણે આવું અવિચારી પગલું શા માટે લીધુ હાલ પોલીસે મૃતક હેમીંગના ભાઇ નિલેશભાઇ ટંડેલે આપેલી ફરિયાદના આધારે અકસ્માત મોત નોંધ દાખલ કરી અગમ્ય કારણસર મોત વ્હાલુ કરી લીધુ હોવાની વાત નોંધી છે.

રાત્રિ દરમિયાન હેમીંગે રહસ્યમય રીતે આત્મહત્યા કરી લેતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક હેમીંગ ટંડેલના પિતા નરેશભાઇ સાગર ખેડી પોતાની આજીવિકા રળે છે. તેમને હેમીંગ સિવાય બે પુત્રો છે. જેમાં હેમીંગ સૌથી નાનો હતો.

પોતાના પુત્રને ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. છેલ્લા થોડા સમયથી સગીર વયના યુવાનોમાં આત્મહત્યાનો બનાવો ખૂબ વધી રહ્યા છે જે એક ચિંતાતાનો વિષય છે.

ઘરથી 15 કિલોમીટર દૂર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાંસો ખાધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો