તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનની અડફેટે અજાણ્યાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાડાઉન લાઈન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે જોરાવાસણ રેલવે સ્ટેશન પાસે અજાણ્યો પુરૂષ ચઢી જતા તેના બંને પગ કપાઈ જતા સારવાર માટે લઈ જતા માર્ગમાં તેનું મોત નીપજ્યું હતું. સોમવારે બપોરના અરસામાં ડાઉન લાઈન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન જોરાવાસણ સ્ટેશન પરથી પસાર થતી હતી ત્યારે સ્ટેશનન દક્ષિણ છેડાએ અજાણ્યો પુરૂષ જોરાવાસણ સ્ટેશના પ્લેટફોર્મના દક્ષિણ છેડા પર અડફેટે આવી જતા બંને પગ કપાઈ ગયા હતા. ડ્રાઈવરે ડુંગરી રેલવે સ્ટેશનને જાણ કરતા ગેટમેનને સ્થળ ઉપર જઈને જોયું તો યુવાનના બંને પગ કપાઈ ગયા હતા. તેને 108માં સારવાર માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...