બીલીમોરામાં નેત્રયજ્ઞનો 540 લોકોએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરા કોળી પટેલ સમાજ વાડીમાં એલએમપી યોગ કેન્દ્ર અને બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ બંનેના સહકાર થકી રોટરી આઈ નવસારીના સહયોગ થકી એક નેત્રયજ્ઞનું આયોજન થયુંં હતું. જેમાં આંખની અલગ અલગ તકલીફ ધરાવતા 540થી વધુ જરૂરિયાતમંદ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. 278 લોકોને ચશ્માનું વિતરણ કરાયુંં હતું તેમજ 37 મોતિયા ધરાવતા લોકોને મોતિયાના ઓપરેશનની તારીખ પ્રમાણે ઓપરેશન કરવામાં આવશે. આ નેત્રયજ્ઞમાં બીલીમોરા સહિત આજુબાજુમાંથી જરૂરિયાતમંદ લોકો ઉમટી પડ્યા હતા. નેત્રયજ્ઞ માં ડો. ઝાહીદા, ડો. મહેન્દ્ર વૈદ અને 20 પેરા મેડિકલ સ્ટાફે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...