• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • ભાસ્કર િવશેષ | સાતમા પગારપંચ સહિત વિવિધ માંગણી નહી સંતોષાતા એક દિવસીય હડતાલ

ભાસ્કર િવશેષ | સાતમા પગારપંચ સહિત વિવિધ માંગણી નહી સંતોષાતા એક દિવસીય હડતાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાનીવિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં થવાને કારણે તેમજ પડતર માંગણીઓને લઇ ભારત સંચાર નીગમ લીમીટેડના કર્મચારી મંડળો આજે એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા.જેમાં બીલીમોરાના કર્મચારી પણ જોડાયા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારત સંચાર નિગમ લીમીટેડના કર્મચારીઓની સાતમું પગારપંચ સહીત વિવિધ માંગણી નહી સંતોષાતા વિવિધ યુનીયનોમાં નોંધાયેલા કર્મચારીઓ ગુરૂવારે એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતાં, જેમાં બીલીમોરા કચેરીનો ક્લેરીકલ લાઇનમેન એક્ઝીક્યુટીવ સ્ટાફ મળી કુલ્લે 26 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાઇ સમર્થન આપ્યું હતું. બીલીમોરામાં 42 કર્મચારીઓનો સ્ટાફ છે, જેમાંથી 26 જણા હડતાલ પર ઉતરતા કચેરીએ ગ્રાહકોને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

અંગે બીલીમોરા બી.એસ.એન.એલના એસડીઓટી એસ.એન.પટેલે જણાવ્યું હતું કે લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઇ સુખદ અંત આવતા ગુરૂવારે યુનીયન દ્વારા એક દિવસની હડતાલનું આયોજન કરાયુ હતું, જેથી કર્મચારીઓની વિવિધ માંગણી સરકાર સાંભળે અને તેનો હલ લાવે. શુક્રવારે ફરી રાબેતા મુજબ કામકાજ ચાલુ રહેશે એમ જણાવ્યું હતું.

બીલીમોરા ખાતે બે દિવસથી બી.એસ.એન.એલની ઇન્ટરનેટ સુવીધામાં તકલીફો આવી રહી છે. બ્રોડબેન્ડ સેવા ખોટકાતા ગ્રાહકોને તકલીફ પડી રહી છે. હડતાલને પગલે ગુરૂવારે પણ બ્રોડબેન્ડ સેવા પ્રભાવીત થઇ હતી.

બીલીમોરા ખાતે આવેલ બી.એસ.એન.એલની કચેરી. તસવીર-પ્રબોધભીડે

‌BSNLની હડતાલમાં બીલીમોરા કચેરી જોડાઇ

અન્ય સમાચારો પણ છે...