• Gujarati News
  • બીલીમોરા દુકાનમાં 87000ની ચોરી

બીલીમોરા દુકાનમાં 87000ની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરારેલવે સ્ટેશનની સામે સિગરેટ, સોપારીની જથ્થાબંધ દુકાનમાંથી રાત્રિ દરમિયાન છત ઉપરના નળિયા ખસેડી ચોર અંદર દાખલ થઈ રોકડા રૂ.10હજાર તથા વિવિધ પ્રકારની સિગરેટના બોક્સ, વિમલ પાન મસાલા સહિત રૂ.87,800ની ચોરી થઈ છે. બે દિવસ અગાઉ લગાવેલા સીસી ટીવી કેમેરામાં ચોર દેખાતા પોલીસ તપાસ કરી રહી છે.

રેલવે સ્ટેશન સામે આવેલ ડાયમંડ સોપારીની દુકાનમાં તા.18/10ના રોજ રાત્રિ દરમિયાન બંધ દુકાનની છતના નળિયા ખસેડી ચોર અંદર દાખલ થયા હતા. પાન મસાલા, સિગરેટના બોક્સ સહિત કુલ 87500ની મતાની ચોરી થઈ હતી. દુકાન સામે મુકેલ બંધ બોડીના ટેમ્પો ઉપર ચઢી ત્યાંથી છાપરા ઉપર ચઢી નળિયા ખસેડી ચોર અંદર દાખલ થઈ ચોરી કરી ગયા હતા. દુકાનમાં ચોરે કાગળો સળગાવેલા પડ્યા હતા. નાની કાળારંગની બેટરી તથા લોખંડનો વાંકો સળિયો મળી આવ્યા હતા. દુકાનના માલિક ફૈઝાન સવારે દુકાન ખોલવા ગયા ત્યારે સામે પાનબીડીની લારીવાળા રામુભાઈએ દુકાનમાં છતના નળિયા ખસેડી ચોરી થયાનું જણાયું હતું. દુકાનમાં બે-ચાર દિવસ પહેલા સીસી ટીવી કેમેરા લગાવ્યા હતા. જેમાં ચોરી કરવા આવેલો તસ્કર દેખાઈ રહ્યો છે. ડાયમંડ સોપારીના માલિક ફૈઝીન અહમદ સુલેમાન રહે.દેસરા, નાળિયેરી ચાલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.

દુકાનમાંથી વસ્તુની થઈ ચોરી

તસ્કરોએદુકાનનાગલ્લામાંથી રોકડા રૂ.10 હજાર તથા બ્રિસ્ટોલ સિગરેટના બોક્સ નંગ-10 કિંમત રૂ.22 હજાર, ફોરસ્કવેર સિગરેટ બોક્સ નંગ-40 કિંમત રૂ.24 હજાર, મોટી ગોલ્ડ ફ્લેક બોક્સ નંગ-5 કિંમત રૂ.9 હજાર, વિલ્સ સિગરેટ બોક્સ નંગ 12 કિંમત રૂ.15,600, ક્લાસિક માઈલ્ડ બોક્સ નંગ 4 કિંમત રૂ.7200, વિમલ પાન મસાલા થેલો નંગ 1 કિંમત રૂ.4500 આમ રોકડ રૂપીયા તથા સિગરેટ મળી કુલ રૂ.87,800નો મુદ્દામાલની ચોરી થઈ હતી.

બીલીમોરાની એક બંધ દુકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલો તસ્કર સીસી ટીવીની ફૂટેજમાં દેખાઈ રહ્યો છે.