તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘલધરાની હોટલ પાસેથી 3 પિધ્ધડો પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી |વલસાડનાં ડુંગરી નજીકના વાઘલધરા ને.હા-8 પાસે આવેલ રાહગીર હોટલ પર ગત રોજ શનિવારે મોડી રાત્રે બીલીમોરા નજીકના ઉડાચ ગામનાં વાણીયા ફળીયામાં રહેતા રાકેશ છીબુ પટેલ, મિનેશ કાળીદાસ પટેલ અને વિનિત નટવર પટેલ જેઓ દારૂ પિધેલી હાલતમાં જમવા માટે ગયા હતાં જેમાંથી એકનો મોબાઈલ ચોરાઈ જવા બાબતે હોટલ મેનેજમેન્ટ સાથે ગાળાગારી અને ઝપાઝપીનો ઝઘડો થતાં મામલો ગરમાતા ડુંગરી પોલીસને જાણ કરતા પોલીસે ત્રણેય શખ્સો નશામાં માલુમ પડતા પિધેલાનો ગુનો દાખલ કરી દબોચી પાડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...