તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • ખેરગામ દત્તાશ્રમના વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

ખેરગામ દત્તાશ્રમના વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામનાસરસીયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્ણાનંદ ગુરુ રામાનંદજી સ્થાપિત દત્ત આશ્રમમાં ચાલતા શ્રી રંગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા આદિવાસી છાત્રોને સદગત એશાની સ્મૃતિમાં ધાબળા તથા જરૂરી ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે વાઘલધરા સિદ્ધાશ્રમ સેન્ટરના સંસ્થાપક આંતરાષ્ટ્રીય આધ્યાત્મિક માર્ગદર્શક ગુરૂદેવ રાજરાજેશ્વરે હાજર રહી આશીર્વચન આપ્યા હતા.

બીલીમોરા આંતલિયા લાયન્સ ક્લબ તથા લિયો કલબના સહયોગથી બીલીમોરા ખાતે ટૂંક સમયમાં ડાયાલિસસ સેન્ટર શરૂ કરવાનું ભગીરથ કાર્ય ચાલે છે, જેના પ્રમુખ ભગવાનદાસ પટેલ તથા કાર્તિક પટેલ દ્વારા કોન્વેટ સ્કૂલની ધો.6ની 11 વર્ષીય વિદ્યાર્થિની સ્વ.એશા રાકેશ પટેલની સ્મૃતિમાં દત્ત આશ્રમના છાત્રોને ધાબળા તેમજ જીવનજરૂરી ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું.વાઘલધરા સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના આદ્યસ્થાપક ગુરુદેવ રાજેશજી જેઓ લંડન,અમેરિકા વગેર અનેક દેશોમાં સિદ્ધાશ્રમ ધરાવે છે. તેમનું સરસીયા ખાતે આગમન થતા બાળકોએ પ્રાર્થના અને ફૂલહારથી તેમનું સ્વાગત કરાયું હતું.ગુરુદેવના હસ્તે છાત્રાલયની કબડ્ડીની વિજેતા ટીમ,ઉચીકુદની વિજેતા બાળાને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.રાજેશ્જીએ આશીર્વચન આપતા વનવાસી છાત્રોને ગાયમાતાનું મહત્વ સમજાવ્યું હતું.

છાત્રોને ધાબળાનું વિતરણ કરતા મહાનુભાવો. તસવીર-આશીફશેખ

છાત્રોને અન્ય ઉપયોગી ચીજ વસ્તુનું પણ વહેંચવામાં આવી

અન્ય સમાચારો પણ છે...