બીલીમોરામાં ચુંદડીમાતાના મંદિરની સાલગીરી ઉજવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકનાં કાંઠા વિસ્તારના મોસમ મોરલી ગામે ચુંદડીમાતા મંદિરની 17 મી સાલગીરી ઉજવાય હતી. હાલ ચાલી રહેલ ચૈત્રી નવરાત્ર દરમિયાન ગ્રામજનો દેવી ભાગવત કથાનું રસપાન કરશે.

બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના મોરલી ગામે આવેલ પ્રાચીન ચુંદડી માતાનું મંદિર સ્થાનક લોકોમાં પરંતુ એક મોટુ શ્રધ્ધા આસ્થાનું પ્રતીક છે.જેના જિર્ણોધ્ધાર પછીની પ્રથમ સાલગીરી વર્ષ 2001 માં ઉજવવામાં આવી હતી તે સાથે સામાજીક ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિનું એક કેન્દ્ર બન્યું છે.આ મંદિર પટાંગણમાં 2006 માં ભાગવત કથા અને 2012 માં શિવકથાનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.આ પરંપરાને જીવંત રાખવા વર્ષે માતા ચુંદડી માતાના મંદિરની 17 મી સાલગીરી મહોત્સવ નિમિત્તે ચાલનારી દેવી ભાગવત કથાનું કથાકાર દેવુભાઇ જોષી રસપાન કરાવશે જેની પોથીયાત્રા સહકારી અગ્રણી મોહનભાઇ પટેલનાં નિવાસ્થાનેથી નીકળી મંદિર પરીસર કથાસ્થળે પહોંચી હતી જેમાં હજારો ભાવીકો જોડાયા હતાં.

નવરાત્રીમાં દેવી ભાગવત કથાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...