તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા જીઆઇડીસી ક્વાર્ટર્સ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ તૂટ્યો

બીલીમોરા જીઆઇડીસી ક્વાર્ટર્સ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ તૂટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના આંતલીયા જીઆઇડીસીમાં 35-37 વર્ષ જુની રહેણાંક ક્વાર્ટસની બીલ્ડીંગનો પ્રથમ અને બસજા માળની ગેલેરીનો ભાગ શુક્રવારે વહેલી પરોઢે ધડાકાભેર તુટી પડ્યો હતો..

આંતલીયામાં ક્વાટર્સ બીલ્ડીંગ આરસીએલ 1 આવેલ છે,જેમાં 12 ફ્લેટમાં 12 પરીવાર વસવાટ કરે છે. બીલ્ડીંગ 35-37 વર્ષ જુનું હોય જર્જરીત બન્યું છે. શુક્રવારે પરોઢે બીલ્ડીંગ આરસીએલ 1નો પ્રથમ અને બીજા માળની પાછળની ગેલેરીનો ભાગ ધડાકાભેર તુટી પડ્યો હતો.બીજા માળે રહેતા થોમસ રીબેલોની ગેલેરીનો ભાગ તુટતા પ્રથમ માળની ગેલેરીના ભાગે પડતા તે ગેલેરી ધારાશાયી થઇ હતી. બંને ગેલેરીના સ્લેબના ભાગો સળીયા પર લટકી રહેલી હાલતમાં જગ્યા પર થંભી ગયા હતા. સદનસીબે સવારના સમય દરમિયાન કોઇ નહી હોતા મોટી જાનહાની દુર્ઘટના ટળી હતી.

કવાટર્સ બિલ્ડિંગની પ્રથમ અને બીજા માળનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો.

રેસિડન્ટ ક્વાર્ટર્સની આરસીએલ 1 અને 2 બંને બિલ્ડીંગ જર્જરીત

અન્ય સમાચારો પણ છે...