તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘બદલાવની અપેક્ષા અન્ય પાસે નહીં, પરંતુ જાત પાસે રાખવી’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાપ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા દિનેશભાઈ પ્રજાપતિનો સંબંધોની સુવાસ નામે મોટીવેશનલ પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બીલીમોરા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ (પ્રજાપતિ વાડી)માં મોટીવેશન (પ્રેરણાત્મક)ના વક્તા દિનેશભાઈ પ્રજાપતિનો કાર્યક્રમ યોજાયો હતો. તેમણે જીવનથી હતાશ તેમજ નાસીપાસ થઈ જતા લોકોનો પ્રેરણાત્મક વાતો કરી પ્રોત્સાહિત કર્યા હતા.

બીલીમોરા પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા આયોજિત સંબંધોની સુવાસના શિર્ષક હેઠળ દિનેશભાઈ પ્રજાપતિના કાર્યક્રમમાં તેમણે જીવનમાં ઉતારવાલાયક ઘણાં મુદ્દા આવરી લેવાયા હતા અને સંબંધોના સુધારાની શરૂઆત બીજાને શીખામણ આપી કરવા કરતા પોતાનીથી શરૂઆત કરવાનું જણાવ્યું હતું. અને બદલાવની અપેક્ષા અન્ય પાસે નહી પરંતુ. પોતાની જાત પાસે રાખવી જોઇએ, તેમણે હકારાત્મક અભિગમ અને જીવનનો દૃષ્ટિકોણ, મનની શક્તિઓ, આત્મવિશ્વાસ, સ્વયંની ઓળખ, ટીમવર્ક અને લીડરશીપ કોમ્યુનિકેશન, પારસ્પરિક સંબંધો અને પેરેન્ટીંગ સમય વ્યવસ્થાપન, ધ્યેયની ઘોર પ્રાપ્તિ, ક્રોધનું વ્યવસ્થાપન વગેરે જેવા જીવનને પ્રેરણારૂપ તેમજ સુધારાત્મક મુદ્દા આવરી વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના વક્તા દિનેશભાઈ પ્રજાપતિ મૂળ મહેસાણાના છે. તેમણે આજના કાર્યક્રમમાં પ્રોજેકટર ઉપર સ્લાઈડ તથા હકારાત્મક વિડિયો ક્લીપ બતાવીને સૌને પ્રેરણારૂપી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનો લાભ અંદાજે 400થી 450 લોકોએ લીધો હતો.

બીલીમોરા પ્રજાપતિવાડી ખાતે મોટીવેશનલ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તા તથા શ્રોતાઓ. તસવીર- ભાસ્કર

બીલીમોરામાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં 450 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો